ખડકીમાં પશુ-પક્ષીઅો માટે બે ઍમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું
- byDamanganga Times
- 20 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૯ ઃ પારડી તાલુકાના ખડકી ગામમાં આવેલ ટીકુ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર અને અપંગ પશુ પક્ષીઓની સારવાર કરી ઍમને પોષણ કરવામાં આવે છે. આ ટ્રસ્ટને પારડીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે બે ઍમ્બુલન્સ આપવામાં આવી છે. જે ઍમ્બુલન્સનું લોકાર્પણ કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. ખડકીમાં આવેલ ટીકુ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દરેક પશુઓ જેમકે કુતરા બલાડી ગાય ભેંસ બકરી બકરા જેવો નિરાધાર હોય અપંગ હોય ઍમની સારવાર કરવામાં આવે છે ઍ જ રીતે પક્ષીઓ મોર કુકડા કબુતર ચકલી નિરાધાર હોય અપંગ હોય ઍમની સારવાર કરવામાં આવે છે અને ઍમને ટ્રસ્ટના પરિસરમાં રાખવામાં આવે છે.
ઍમનુ ભારણ પોષણ કરવામાં આવે છે. આ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી નીલેશભાઈ અને ઍમના પત્ની તથા સ્ટાફ દ્વારા પારડીના ધારાસભ્ય અને કનુભાઈ દેસાઈને આવા નિરાધાર પશુ પક્ષીઓને લાવા લઈ જવા માટે ઍમ્બ્યુલન્સની માંગણી કરવામાં આવી હતી. જે ઍમ્બ્યુલન્સની માંગણી તેઓઍ સ્વીકારી પોતાની ગ્રાન્ટમાંથી આધુનિક બે ઍમ્બ્યુલન્સ ફાળવી આપી સુપ્રત કરી હતી. જે ઍમ્બ્યુલન્સનું લોકાર્પણ કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખડકી ગામના સરપંચ શંકરભાઈ પટેલ મોતીવાડા ગામના સરપંચ જયસુખભાઈ નાયકા ઉપપ્રમુખ જીતુભાઈ આહીર જિલ્લા પંચાયત સદસ્ય પ્રજ્ઞેશભાઈ ભંડારી ડુંગળી ગામના સરપંચ રવિન્દ્રભાઈ પટેલ ભાજપના માજી પ્રમુખ મહેશભાઈ દેસાઈ સહિત જિલ્લા પંચાયત પશુ વિભાગના અધિકારી કર્મચારી ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. કનુભાઈ દરેક પશુ પક્ષીઓ જે સારવાર લઈ રહ્ના છે. ઍમને નિહાળીયા હતા મુલાકાત કરી હતી અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને પ્રોત્સાહિત કર્યા હતા.
