બગવાડામાં રેલ્વે ફલાય અોવર બ્રિજ મોટા વાહનો માટે બંધ
- byDamanganga Times
- 20 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૯ ઃ પારડી તાલુકાના બગવાડા ગામમાં આવેલ રેલવે ફલાવર બ્રિજ મોટા વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે કારણ કે આ રોડમાંથી મોટા વાહન ચાલકો ટોલટેક્સ ચોરી કરીને જતા હતા જેના કારણે અકસ્માત થતા હતા અને ટ્રાફિક સમસ્યા ઊભી થતી હતી હાલમાં આ રોડ મોટા વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવતા ટ્રાફિક સમસ્યા નો નિકાલ થયો છે અને ઉદવાડા રેલવે સ્ટેશન મુખ્ય માર્ગ પણ હાલ ખુલ્લો થયો છે બગવાડા ફલાઈવર બ્રિજ થઈને ઉદવાડા રેલવે સ્ટેશન થી દમણ તરફ અને વલસાડ તરફ વાહનચાલકો ટોલટેક્સ બચાવવા માટે જતા હતા જેના કારણે ઉદવાડા રેલવે સ્ટેશન પર ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હોય અને અકસ્માત પણ સર્જાઇ રહ્ના હોય લોકોઍ મોટા વાહનો બંધ થાય ઍવી માંગણી કરી હતી જેથી હાલમાં બગવાડા બ્રિજ પાસે મોટા વાહનોની ઍન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે અને બોર્ડ મારી દેવામાં આવ્યું છે જેથી બ્રિજ પરથી હવે મોટા વાહનોની ઍન્ટ્રી અટકી છે અને સ્થાનિક લોકો જ્યાં મોટા વાહન ચાલકોના લીધે ટ્રાફિક સમસ્યા નો ભોગ બની રહ્ના છે તેઓ ને હાલ રાહત મળી છે અને અકસ્માત થતા પણ અટક્યા છે. ટોલટેક્સ ચોરી કરવા માટે મોટા વાહન ચાલકો આ રોડ નો ઉપયોગ કરતા હતા જે હાલમાં બંધ કરી દેવામાં આવ્યું છે જેના લીધે ખાસ કરીને સ્થાનિક લોકોને રાહત મળી છે.
