વાપીની કેબીઍસ ઍન્ડ નટરાજ કોલેજનું રસાયણશાસ્ત્રનું પરિણામ જાહેર
- byDamanganga Times
- 20 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૯ ઃ વાપી-ચણોદ કોલોની સ્થીત કેશવજી ભારમલ સુમરીયા ઍન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી માં બી.કોમ., બી.ઍસસી.,બી.સી.ઍ., બી.બી.ઍ., ઍમ.કોમ., ઍમ.ઍસસી. જેવા વિવિધ અભ્યાસક્રમો ચાલે છે.
શૈક્ષણીક વર્ષ ૨૦૨૫-૨૬ માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી, સુરત અંતર્ગત માર્ચ/ અપ્રિલ ૨૦૨૬ માં લેવાયેલ બી.ઍસસી. સેમ.૬ રસાયણશાસ્ત્ર પરિક્ષાના પરિણામ જાહેર થતા સદર કોલેજના વિધાર્થીઓ બી.ઍસસી.. સેમ.૬ માં ૮.૯૧ લ્ઞ્ભ્ખ્ સાથે મોન્ડલ સોંદીપ સમીર પ્રથમ સ્થાન, ૮.૫૫ લ્ઞ્ભ્ખ્ સાથે પટેલ જીનલ રાજેશભાઈ તથા ભંડારી રુશ્વી કિરણભાઈ દ્વિતીય સ્થાન તેમજ ૮.૪૫ લ્ઞ્ભ્ખ્સાથે પટેલ જીત રૂપેશભાઈ, સિંઘ િ-પ્રય મહેશભાઈ તથા મૌર્યા નિશા છોટેલાલ તૃતીય સ્થાન પ્રા કેરેલ છે. તેમનું નોંધપાત્ર શૈક્ષણિક પ્રદર્શન તેમના સમર્પણ, સખત મહેનત અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
આ સિદ્ધિ વિદ્યાર્થીઓના અને તેમના પરિવાર માટે સન્માન સાથે સદર સંસ્થાનું ગૌરવ પણ વધારે છે.
કોલેજના આચાર્ય ડૉ.પૂનમ બી.ચૌહાણ તેમજ મેનેજમેન્ટ, સ્ટાફ અને વિદ્યાર્થીઓ સિદ્ધિ પ્રા કરનાર વિદ્યાર્થીઓને આ પ્રશંસનીય સફળતા માટે હૃદયપૂર્વક અભિનંદન આપે છે અને તેમના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યની શુભેચ્છા પાઠવે છે.
