Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

યંત્ર યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં બળદગાડાનું મહત્વ અકબંધ

યંત્ર યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં બળદગાડાનું મહત્વ અકબંધ


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

ચીવલ, તા.૧૯ ઃ ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે અને દેશની મોટા ભાગની વસ્તી સીધી કે આડકતરી રીતે ખેતી પર આધારિત છે. આધુનિક ટેકનોલોજી અને યંત્રોના વધતા ઉપયોગ છતાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બળદગાડા અને પશુઓનું મહત્વ અકબંધ જોવા મળે છે. અનેક ગામોમાં ખેડૂતો ખેતી કામ, પાકની હેરફેર અને રોજિંદા પરિવહન માટે બળદગાડાનો ઉપયોગ કરતા નજરે પડે છે. ખેડૂતો પહેલા પશુપાલન સાથે બળદ દ્વારા જમીન ખેડતા હતા અને હળ ચલાવી પાક ઉગાડતા હતા. આજના સમયમાં ટ્રેક્ટર અને મશીનોના ઉપયોગમાં વધારો થયો હોવા છતાં ઘણા વિસ્તારોમાં નાના અને મધ્યમ ખેડૂતો માટે બળદ ખેતીનું સસ્તું અને ઉપયોગી સાધન બની રહ્નાં છે. ખાસ કરીને આંતરિક ગ્રામ્ય માર્ગો અને ખેતરોમાં બળદગાડા હજુ પણ સરળ પરિવહનનું માધ્યમ માનવામાં આવે છે.ભારતમાં ઘઉં, ચોખા, કપાસ, શેરડી, મગફળી સહિતના વિવિધ પાકોની ખેતી કરવામાં આવે છે. આધુનિક સિંચાઈ વ્યવસ્થા, સુધારેલ બીજ અને કૃષિ યોજનાઓના કારણે ખેતી ક્ષેત્રમાં વિકાસ થયો છે, પરંતુ ખેડૂતોને વરસાદની અનિડ્ઢિતતા, ઉત્પાદનના યોગ્ય ભાવનો અભાવ અને કુદરતી આફતો જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.ખેડૂતો દેશના અન્નદાતા તરીકે ઓળખાય છે. સરકાર અને સમાજ દ્વારા ખેડૂતોને યોગ્ય સહાય અને પ્રોત્સાહન મળે તો ખેતી ક્ષેત્ર વધુ મજબૂત બની શકે છે. ગ્રામ્ય ભારતની પરંપરા અને ખેતી સાથે જોડાયેલ બળદગાડાનું અસ્તિત્વ આજે પણ દેશની કૃષિ સંસ્કૃતિને જીવંત રાખી રહ્નાં છે.