નામધા રોડ પર મારામારી ઃ બે સામે ફરિયાદ
- byDamanganga Times
- 19 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ વાપી રોફેલ કોલેજ નામધા રોડ ઉપર આવેલ લીલા ટાવર માં લિફટ પાસે ઉભેલા ઍકને ધક્કો મારી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમજ માથામાં તેમજ કપાળના ભાગે ગંભીર ઈજા કરતા આદર્શ તિવારી અને આશુતોષ તિવારી સામે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ કરાય છે. ભ્ંશ્રજ્ઞ્ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલે વાપી ટાઉન ના નામધા રોડ રોફેલ કોલેજ પાસે આવેલા લીલા ટાવરમાં રહેતા ફરિયાદી રાજેન્દ્રસિંહ પ્રમોદ સિંહ લિફટ પાસે ઊભા હતા તે દરમિયાન પાછળથી આવેલા આદર્શ રાકેશ તિવારી અને આશુતોષ રાકેશ તિવારી દ્વારા તેને ધક્કો મારવી દેતા તેમણે પૂછતા બંને આરોપીઓ ગુસ્સામાં આવી જઈ રાધે રાધે હાથમાં પહેરેલા ગળા વડે માથામાં તેમજ કપાળના ભાગે મારતા તેને લોહી લુહાણ કરી દીધો હતો અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપતા તાત્કાલિક તેમણે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે મારામારીનો ગુનો નોંધી આરોપી સચ્ચિદાનંદ ઉફે આદર્શ રાકેશ તિવારી અને આશુતોષ રાકેશ તિવારી બંને રહે લીલા ટાવર ફલેટ નંબર ૩૦૭ ની સામે ગુનો નોંધી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાય છે.
