વાઘછીપાના યુવકે ફાંસો ખાધો
- byDamanganga Times
- 19 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૧૮ ઃ પારડી તાલુકાના નાના વાઘછીપા છીત્રાપારડી પટેલ ફળિયામાં રહેતા ઍક યુવકે આંબાના ઝાડ સાથે દોરડી બાંધી આત્મહત્યા કરી જીવન ટૂંકાવતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો ચંદ્રકાંતભાઇ ધીરૂભાઇ વેલજીભાઇ પટેલ દમણ સ્થિત પોલીપેક ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં નોકરી કરે છે તેમના મોટા ભાઈ હર્ષદભાઇ ધીરૂભાઇ વેલજીભાઇ પટેલની તબિયત સારી ન હોવાને કારણે તેમણે ભાઈને દવાખાને લઈ જવા માટે ઘરે બોલાવ્યા હતા ચંદ્રકાંતભાઈ બપોરે ઘરે પહોંચ્યા બાદ ભાઈ સાથે વાતચીત કરી હતી ત્યારબાદ બંને આરામ કરવા ગયા હતા દરમિયાન સાંજે આશરે સાડા ત્રણ વાગ્યે તેમની માતા ઉમાબેને જાણ કરી કે હર્ષદભાઈ ઘરમાં નથી જેથી પરિવારજનોઍ આજુબાજુ શોધખોળ શરૂ કરી હતી શોધખોળ દરમિયાન સાંજે આશરે સાડા પાંચ વાગ્યે પરિવારને પોતાની આંબાવાડીમાં હર્ષદભાઈ આંબાના ઝાડની ડાળી સાથે દોરડી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવ અંગે ચંદ્રકાંતભાઇ ધીરૂભાઇ વેલજીભાઇ પટેલ દ્વારા પારડી પોલીસમાં જાહેરાત આપવામાં આવી છે પારડી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
