Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી જીઍસટી ભવનથી રસ્તો પહોળો કરવાનું શરૂ

વાપી જીઍસટી ભવનથી રસ્તો પહોળો કરવાનું શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી તા. ૧૮ ઃ વાપીમાં નિર્માણાધિન ભાવિ બ્રિજના કામને ધ્યાનમાં લઈને જીઍસટી ભવનથી ગોલ્ડ કોઈન સર્કલ સુધી જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ માર્ગ પહોળો કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.                   

વાપીમાં છેલ્લા ૪ વર્ષ કરતાં વધુ સમયથી કાચબા ગતિઍ નિર્માણ પામી રહેલાં રેલ્વે ઓવર બ્રિજનું કામ પડ્ઢિમ વિસ્તારમાં છેલ્લા ૬ મહિનાથી ઍક ઇંચ પણ આગળ ધપ્યું નથી. જોકે આ ભાવિ બ્રિજના કામને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર દ્વારા વાપી દમણ રોડ પર બંને તરફ જમીન સંપાદનની કાર્યવાહી પૂર્ણ કરી દીધી હોય જીઍસટી ભવનથી ગોલ્ડ કોઈન સર્કલ સુધીનો માર્ગ પહોળો કરવાનું કામ શરૂ કર્યું છે. જેમાં આજે જીઍસટી ભવનના પ્રવેશનો અંદાજિત ૧૫ ફૂટથી વધુનો ભાગ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જોકે તે પહેલાં જીઍસટી ભવનના અધિકારીઓઍ ભવનનો પ્રવેશ દ્વાર અંદરથી દિવાલ ચણી તૈયારી કરી લીધી હતી. આમ આ માર્ગને પહોળો કરવાનું કામ થોડાં દિવસ માં પૂર્ણ પણ થઈ જશે પરંતુ જીઍસટી ભવનથી મોહિદ પાર્ક સુધી બ્રિજ માટે પિલર ઊભા કરવાનું કામ અને પિલર ઉપર સ્પામ બેસાડવાનું કામ  આવતાં વર્ષે પણ પૂરું થશે કે કેમ તે અંગે લોકોને શંકા છે.