થ્રીડીમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ
- byDamanganga Times
- 19 May, 2026
સેલવાસ, તા.૧૮ ઃ દાદરા નગર હવેલી, દીવ અને દમણ (કેન્દ્રશાસિત પ્રદેશ)ના સ્ટેટ લેવલ કોઓર્ડિનેટર , જનતાને ખાતરી આપવા માંગે છે કે સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં પબ્લિક સેક્ટર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને તમામ સપ્લાય ચેનલો દ્વારા પેટ્રોલ, ડીઝલ અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ સહિતની આવશ્યક પેટ્રોલિયમ પેદાશોની ઉપલબ્ધતા સામાન્ય અને અવિરત રહી છે.
ઍકંદર સપ્લાયની સ્થિતિ સ્થિર અને પર્યા પૂરતી છે. ટર્મિનલ અને ડેપોથી લઈને રિટેલ આઉટલેટ્સ (પેટ્રોલ પંપ) સુધીની સમગ્ર ઇંધણ પુરવઠા શૃંખલા કાર્યક્ષમ રીતે અને કોઈપણ વિક્ષેપ વિના કાર્યરત છે. ઇંધણના સ્ટોક પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કેન્દ્રશાસિત -દેશના તમામ સ્થળોઍ સ્ટોક ફરીથી ભરવાની (રિપ્લેમિશન) પ્રવૃત્તિઓ સરળતાથી આગળ વધી રહી છે.
ઘરેલું ગ્રાહકોને ન્ભ્ઞ્નો પુરવઠો પ્રાથમિકતાના ધોરણે આપવામાં આવી રહ્ના છે અને સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં સામાન્ય રહ્ના છે. તમામ ગ્રાહકોને અવિરત ડિલિવરી સુનિડ્ઢિત કરવા માટે પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્નાં છે. તેલ ઉદ્યોગ સમગ્ર પ્રદેશમાં ઇંધણની અવિરત ઉપલબ્ધતા સુનિડ્ઢિત કરવા માટે લોજિસ્ટિક્સ, સ્ટોક મૂવમેન્ટ અને રિટેલ કામગીરી પર ગાઢ સંકલન જાળવી રહ્નાં છે.
