Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીની હોટલમાં જમવા આવેલા પરિવાર પર હુમલો

વાપીની હોટલમાં જમવા આવેલા પરિવાર પર હુમલો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૧૮ ઃ વાપી જીઆઇડીસી ચાર રસ્તા માં આવેલ હોટલમાં જમવા માટે આવેલા પરિવાર ઉપર સુલપડ ના ચાર ઈસમોઍ હુમલો કરતા ઉદ્યોગ નગર પોલીસમાં ફરિયાદ કરાય છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલે વાપીના ડુંગરા હરિયા પાર્કમાં આવેલ શાંતિ ઈકલેવલ બિલ્ડીંગના ફલેટ નંબર ૯૦૨ માં રહેતા રાજેશ પ્રભુભાઈ માંગેલા અને તેમનો પરિવાર વાપી જીઆઇડીસી ચાર રસ્તા ખાતે આવેલ હોટલ પેરેડાઇઝમાં જમવા માટે ગયા હતા. તે દરમિયાન હોટલમાં અચાનક આવી દિવ્યેશ નવીનભાઈ પટેલ દ્વારા તેને ગાળો આપી તમો મને લુખ્ખો ઍમ કેમ કહો છો તેમ કહી ઝઘડો કરી ત્યારબાદ હોટલની બહાર નીકળતા જ ફરિયાદી રાજેશ માંગેલા અને તેના પુત્રો ઉપર દિવ્યેશ નવીન પટેલ હેત પટેલ યાદ નીક પટેલ લેસ મનોજ પટેલ દ્વારા કારમાં આવી બેટ અને લાકડા વડે ફરિયાદીની જ્ઞ્૨૦ કારમાં તોડફોડ કરી હતી તેમજ તેઓને માર મારતા વાપી ઉદ્યોગ નગર પોલીસમાં ફરિયાદ કરાય છે આ અંગે પોલીસે આરોપી દિવ્યેશ નવીનભાઈ પટેલ હેત પટેલ યાગ્નિક પટેલ લેસ મનોજ પટેલ ની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.