Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડમાં જૂની દુકાનો ખાલી કરાવવા પાલિકાઍ જ ખેલ પાડયો!?

વલસાડમાં જૂની દુકાનો ખાલી કરાવવા પાલિકાઍ જ ખેલ પાડયો!?


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 વલસાડ, તા. ૧૮ ઃ વલસાડ નગરપાલિકાના વહીવટીતંત્ર સામે સરદાર વલ્લભભાઈ પટેલ શોપિંગ સેન્ટરના વેપારીઓઍ મોરચો માંડ્યો છે. જૂની પાલિકા કચેરી નીચે આવેલી વર્ષો જૂની દુકાનો ખાલી કરાવવા માટે પાલિકાઍ જે ‘ખેલ’ રચ્યો છે, તેમાં કરોડોના આર્થિક કૌભાંડ થયું  હોવાના આક્ષેપો સાથે શહેરનું રાજકારણ ગરમાયું છે.

વેપારીઓઍ  આક્ષેપ છે કે, નવા બિલ્ડિંગના નિર્માણ માટે સરકારના લ્બ્ય્ મુજબ જે રકમ આશરે ૪ લાખ થવી જોઈઍ, તેના બદલે પાલિકા તંત્ર દરેક વેપારી પાસેથી ૨૦ લાખથી વધુ રકમ વસૂલવા માંગે છે. વેપારીઓઍ પાલિકાના ચાર માળના આખા બિલ્ડિંગના બાંધકામનું આર્થિક ભારણ માત્ર આ ૧૮ વેપારીઓ પર જ લાદીને કોઈ મોટું કૌભાંડ આચરવાની પેરવી થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી બનેલી ઘટનાઓઍ શંકાની સોય પાલિકા તરફ તાકી છે.

થોડા સમય પહેલાં જ રિનોવેશન કરેલી બારીના કાચ અચાનક તૂટી પડવા,તા. ૦૨/૦૫/૨૦૨૬ના રોજ અચાનક ઍલિવેશન વોલનો ભાગ ધરાશાયી થવો, વેપારીઓમાં ચર્ચા છે કે, વેપારીઓ દાદ ન આપતા હોવાથી તેમને ડરાવવા અને બિલ્ડિંગને ‘અતિ જર્જરિત’ જાહેર કરી ખાલી કરાવવા માટે આ પાલિકાના જ મળતિયાઓ દ્વારા કરાયેલું પૂર્વઆયોજિત ષડયંત્ર છે. ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાઍ ગત તા. ૧૫/૦૫/૨૦૨૬ ના રોજ નોટિસ ફટકારી માત્ર ૩ દિવસમાં દુકાનો ખાલી કરવાનો આદેશ આપતા વેપારીઓ ચોંકી ઉઠ્યા છે.

આજે ૧૮ વેપારીઓઍ ચીફ ઓફિસરને રૂબરૂ મળીને કડક શબ્દોમાં  જણાવ્યું  કે  પાલિકાઍ અગાઉની જે મીટિંગોના સંદર્ભ આપ્યા છે.વેપારીઓઍ સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર પોતાની દુકાનના બાંધકામનો ખર્ચ લ્બ્ય્ મુજબ આપવા તૈયાર છે, પાલિકાના આખા પ્રોજેક્ટની ‘યુટિલિટી ઇફેક્ટ’નું પાપ વેપારીઓ નહીં ભોગવે,  દુકાન ખાલી કર્યા પછી કેટલા સમયમાં કબજો પરત મળશે અને કયા ભાવે મળશે, તેના બંને પક્ષના વકીલોની હાજરીમાં લેખિત કરાર થાય તો જ કબજો સોંપવાની તૈયારી દર્શાવી છે.