Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ચીખલી-ખેરગામ પંથકમાં યુરિયાની અછતથી ખેડૂતોમાં રોષ

ચીખલી-ખેરગામ પંથકમાં યુરિયાની અછતથી ખેડૂતોમાં રોષ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 ચીખલી, તા.૧૮ ઃ ગુજરાત સરકાર દ્વારા યુરિયા ખાતરનો સ્ટોક કરવાના આદેશના કારણે ખેડૂતોમાં ભારે રોષ જરૂરિયાતના સમયે ખાતર ન મળતા ખેતીના પાકને નુકસાન થવાની દહેશત.

 ગુજરાત સરકાર દ્વારા યુરીયા ખાતરનો ફરજિયાત સ્ટોક કરવાનો આદેશ ખાતર વેચતી સહકારી અને ખાનગી સંસ્થાઓને કરાતા ચીખલી અને ખેરગામ તાલુકાના ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે ઍક તરફ ખેડૂતો બે ચાર યુરિયા ખાતરની ગુણીઓ મેળવવા કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા હોય છે પરંતુ કેટલીક સહકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા ખાતર ન હોવાનું જણાવતા ખેડૂતોની હાલત દયા જનક બની જવા પામી છે સરકાર દ્વારા ફરજિયાત યુરિયા ખાતરનો સ્ટોક કરવા માટે જે તે ખાનગી અને સહકારી મંડળીઓને આદેશ કરાતા ખાતરનો જથ્થો ચીખલી અને ખેરગામ તાલુકાની ખાનગી અને સહકારી મંડળીઓમાં ઉપલબ્ધ હોવા છતાં ખેડૂતોને ના પાડવાની નોબત આવી છે ચીખલી તાલુકાની કેટલીક ખાનગી અને સહકારી સંસ્થાઓમાંથી સૌથી વધુ ખાતર વાંસદા તાલુકાના ખેડૂતો લઈ જતા હોય છે આ ઉપરાંત ચીખલી, વાંસદા, ખેરગામ તાલુકામાં સૌથી વધુ ખેડૂતો  ખેતી તરફ વળેલા હોય હાલમાં ખેડૂતોને ખરેખર ખાતરની જરૂરિયાતો વર્તાય રહી છે તેમજ ખાતર માટે ખેડૂતો વલખા મારી રહ્ના છે ત્યારે સરકારે પણ ખેડૂતોની યુરીયા ખાતરની પડતી હાલાકી બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે ખેડૂતોને જરૂરિયાતના જથ્થાને બદલે ઍકાદ બે ગુણિ ખાતર આપવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્ના છે ખરેખર જ્યારે તેઓને જરૂરિયાત છે ત્યારે જ ખાતરનો જથ્થો મળતો ન હોય તો ખેડૂતોઍ ક્યાં જવું ઍ સવાલ સતાવી રહ્ના છે ચીખલી અને ખેરગામ તાલુકામાંથી યુરિયા ખાતરનો પુરવઠો મોટાભાગે બે નંબરમાં વધુ વેચાતો હોવાની પણ વ્યાપક ફરિયાદો ખેડૂતોના મૂખેથી સંભળાઈ રહી છે ત્યારે તંત્રઍ ખેડૂતોની આ ગંભીર સમસ્યાને ગંભીરતાથી ધ્યાનમાં લેવાની જરૂર છે.