Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ઉમરગામ - તલાશરી મુખ્ય માર્ગ પર વારોલી ખાડીના બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવા માંગ

ઉમરગામ - તલાશરી મુખ્ય માર્ગ પર વારોલી ખાડીના બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવા માંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૧૮ ઃ ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયતની હદ મહારાષ્ટ્રને અડીને આવેલી છે. ઉમરગામ તાલુકાને મહારાષ્ટ્ર સાથે જોડતા વેવજી વિસ્તારની વારોલી ખાડી પર બ્રિજના નિર્માણની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. નેશનલ હાઇવે નં. ૪૮ થી ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં આવતા ભારે માલવાહક વાહનો તેમજ ઔદ્યોગિક ઍકમોમાં કામ કરવા આવતા કામદારો માટે ઉમરગામ અને તલાસરી વચ્ચેનો આ માર્ગ અત્યંત મહત્વપૂર્ણ બની રહ્ના છે. ચોમાસા દરમિયાન હાલનો વેચાણ વાળો પુલ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નવા બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. 

હાલ બ્રિજના નિર્માણનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે પહોંચી ગયું હોવાનું જાણવા મળી રહ્નાં છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોની માંગ છે કે આગામી ચોમાસા પહેલા બ્રિજના બંને છેડે ઍ-ોચ રોડ સહિતની બાકી રહેલી કામગીરી ઝડપી ગતિઍ પૂર્ણ કરવામાં આવે જેથી વાહન વ્યવહાર સરળ બને અને લોકોને લાંબું અંતર કાપવાની ફરજ ન પડે. આ બ્રિજ પૂર્ણ થતાં ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્ર વચ્ચેનો સંપર્ક વધુ સુગમ બનશે તેમજ ઔદ્યોગિક પરિવહનને પણ મોટી રાહત મળશે.