પલસાણામાં ગંગાજી નદી પર નવા ચેકડેમ માટે ખાતમુર્હત કરાયું
- byDamanganga Times
- 19 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૮ ઃ પારડી તાલુકાના પલસાણા ગામમાં આવેલ ઐતિહાસિક રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજરોજ પવિત્ર ગંગાજી નદી ઉપર નવા ચેકડેમ બનાવવાના કામનું ખાત મુહૂર્ત પારડીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે પવિત્ર ગંગાજી તીર્થધામ પર્યટન ક્ષેત્રે વિકસી રહ્નાં છે અને આગામી દિવસોમાં આ પવિત્ર ધામ પર્યટન ક્ષેત્ર તરીકે વધુને વધુ લોકો માટે ઉપયોગી સાબિત થશે પારડી ના પલસાણા ગંગાજી રામેશ્વર મહાદેવ મંદિર ના બાજુમાં આજરોજ મંદિર ના ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈ કે ઍમની રજૂઆત પર પારડીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈઍ પવિત્ર ગંગાજી નદી પર ચેકડેમ બનાવવાના રૂપિયા ઍક કરોડને દસ લાખની ગ્રાન્ટ મંજૂર કરી આપતા ગંગાજી પરિષદ રામેશ્વર મહાદેવ મંદિર તીર્થધામ ને વધુ ને વધુ વિકસિત કરવા વેગ મળ્યું છે પવિત્ર ગંગાજી તીર્થધામ જે પ્રાચીન ઓળખ ધરાવે છે રામેશ્વર મહાદેવ મંદિર કે જે સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગ છે પ્રભુ શ્રીરામ માતા સીતા લક્ષ્મણ કે જેઓ અહીં આવ્યા હતા ઍ -ાચીન કથા છે આજે સાંજના સુમારે પારડીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ ના વરદ હસ્તે ગંગાજી નદીમાં ચેકડેમ બનાવવા માટે ના કામની ખાતમુરત વિધિ કરવામાં આવી હતી આ કામ ૧૧ માસમાં પૂર્ણ થશે ઍવું દમણ ગંગા નહેર વિભાગના મુખ્ય અધિકારી વસાવા ઍ જણાવ્યું હતું આ પ્રસંગે રામેશ્વર મહાદેવ મંદિર ના ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈ માજી તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ જિલ્લા પંચાયતના સભ્ય પ્રજ્ઞેશભાઈ પટેલ પલસાણા ગામના સરપંચ રાધિકાબેન ઉપસરપંચ કલ્પેશભાઈ સહિત પારડી નહેર વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા ગંગાજી પરિષદ કે જ્યાં પહેલાથી જ પવિત્ર તર્પણ વિધિ માટે આધુનિક મકાનો બનાવવામાં આવ્યા છે આધુનિક સમસાન ભૂમિ બનાવવામાં આવી છે ત્યાં સ્મશાન ભૂમિના બાજુમાં ગંગાજી નદીમાં ચેકડેમ બનાવવામાં આવશે કે જે ચેકડેમ થકી મીઠા પાણીનો રોકાણ કરવામાં આવશે અને દરિયાનો ભરતીનો પાણી આવતા અટકશે જેનાથી ખેડૂતો સહિત પશુ પક્ષીઓ અને લોકોને પાણીનો ઉપયોગ કરી શકાશે ગંગાજી પરિસર કે ઍને વિકસિત કરવા માટે હર્ષદભાઈની રજૂઆતના પગલે ધારાસભ્ય કનુભાઈ ઍ પોતાની ગ્રાન્ટમાંથી ઍક કરોડ અને દસ લાખ રૂપિયા ફાળવ્યા છે. જે ભવિષ્યમાં પર્યટન ક્ષેત્ર બની રહેશે અને લોકોને આવનારા ભક્તોને વધુ અને વધુ ઉપયોગી બનશે.
