વલસાડમાં ૧૬મો સમૂહ લગ્ન સંપન્ન
- byDamanganga Times
- 19 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ શ્રી માહ્નાવંશી વિધાર્થી પ્રગતિ મંડળ, વલસાડના કોચવાડા ગામે આવેલ કલ્પવૃક્ષ પાર્ટી પ્લોટમાં ૧૬ મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી માહ્નાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ, વલસાડના કોચવાડા ગામે આવેલ કલ્પવૃક્ષ પાર્ટી પ્લોટમાં ૧૬મો સમૂહ લગ્નનું આયોજન સંસ્થાના સલાહકાર ડો. પ્રકાશભાઈ સુરતીના પ્રમુખસ્થાને તેમજ ઉમેશભાઈ પટેલ અને ઉમેશભાઈ જાદવના મુખ્ય મહેમાન પદે તથા ગીજેન્દ્રભાઈ પીઠાવાલા અને ભરતભાઈ પટેલના અતિથિવિશેષ પદે યોજાયો હતો. પ્રભુતામાં પગલાં પાડી રહેલ યુગલ, ઍમના માતાપિતા તેમજ મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. સંસ્થાના કાર્યકરોના હસ્તે ઉપસ્થિત મહાનુભાવોનું બુકે આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. જયારે યુગલના માતા-પિતાને શાલ અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સંસ્થાના પ્રમુખ અનુપ મેહવાલાઍ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્ય બાદ સમારોહના પ્રમુખ ડો. પ્રકાશભાઈ સુરતીઍ લગ્નગ્રંથિથી જોડાય રહેલ યુગલને આશીર્વાદ અને ઍમના માતા પિતાને આભિનંદન આપતા, સમાજજનોને આવા સુંદર મજાના આયોજન બધ્ધ સમૂહ લગ્નમાં જોડાવા આહવાન કર્યું હતું. ગોર મહારાજ કેયુરભાઈ પાઠકે તમામ વિધિઓ જેવીકે શાંતક, ગોતર ઘડો, જાન પ્રસ્થાન, વરયાત્રા, જાન આગમન, અને લગ્નવિધિને આર્ય વિધિ અનુસાર ખૂબજ ઉમદા ભાવ સાથે સંપન્ન કરી હતી. સમૂહ લગ્નનના કાર્યક્રમને સંગીતથી સજાવવા માટે સમાજના કલાકારો માં દિલીપભાઈ, ઉમેશભાઈ, અમૂલભાઈ, કૌશિકાબેન, ભુપેન્દ્રભાઈ, જયાબેન, કમલેશભાઈ તેમજ વિજયભાઈના ઉમદા સહયોગથી સમુહલગ્ન સંગીતમય બન્યું હતું. યુગલને આશીર્વાદ આપવા અને કાર્યકરોને પ્રોત્સાહિત કરવા માટે સમાજના આગેવાનો માં બાબુભાઈ માહ્નાવંશી, હસમુખભાઈ માહ્નાવંશી, નિરંજનભાઈ ખેરગામકાર, નગીનભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, રમણભાઈ રાઠોડ, નવનીતભાઈ છોવાલા, અમ્રિતભાઈ પટેલ, ધનસુખભાઈ સુરતી, અરુણભાઈ વજીરીયા, હસમુખભાઈ ઉદવાડીયા, રવીન્દ્રભાઈ વર્મા, ઠાકોરભાઈ રાઠોડ, રમેશભાઈ કુવાવાલા, ભોગીલાલ દાસ, નગીનભાઈ રાઠોડ, દિલીપભાઈ પરમાર, વિનોદભાઈ રાઠોડ, પ્રવીણભાઈ ભગત, કમલેશભાઈ હરિયાવાલા, મુકેશભાઈ મેહતા તેમજ ચિરાગભાઈ મેહતા ખાસ ઉસ્થિત રહ્ના હતાં. સમારોહને સફળ બનાવવા માટે સુંદર આયોજન કરનાર વિપિનભાઈ રાઠોડ, રજનીકાંત મેહવાલા તેમજ સંસ્થાનાં તમામ કાર્યકર ભાઈઓ, બહેનો અને સંસ્થાનાં બાળકોને પ્રમુખ અનુપ મેહવાલાઍ અભિનંદન પાઠવ્યા હતાં.
