Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડમાં શનિ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ

વલસાડમાં શનિ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૮ ઃ વલસાડના ઔરંગા નદી કિનારે આવેલા હનુમાન ભાગડા ગામે તેમજ તિથલ રોડ પર આવેલ  શનિદેવ મંદિરે શનિ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોઍ શનિદેવને તેલ કાળા અડદ  આંકડાના હાર, લવિંગ,  કાળુ કાપડ, ચઢાવી ધન્યતા અનુભવી હતી.

 શનિવારના રોજ શનિ અમાસ અને શનિ જ્યંતીનો ૧૩ વરસ પછી આ ત્રિવેણી યોગ આવ્યો છે, શનિદેવ ન્યાયધીશ છે. રાજાને રંક અને રંકને રાજા બનાવે છે, શનિને ભય છોડીને ભાવથી ભજવાની જરૂર છે. વલસાડ શહેરના આવરંગા નદી કિનારા આવેલા હનુમાન બગડા ગામે શનિદેવ મંદિરે તેમજ વલસાડના તિથલ રોડ પર આવેલ શનિ દેવ મંદિરે શનિજયંતી નિમિત્તે વહેલી સવારથી જ શનિભક્તોની  વહેલી સવારથી તે દર્શન કરવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી. પુરુષોની સાથે મહિલાઓ પણ શનિદેવના દર્શન કરવા માટે ઉમટી પડી હતી. શનિ જયંતિ નિમિત્તે ભક્તોઍ   શનિદેવને તેલ કાળા અડદ આંકડાના હાર, લવિંગ, કાળુ કાપડ, શ્રીફળ  ચઢાવી   ધન્યતા અનુભવી હતી.