ભાગડાવડામાં શ્રી સત્ય સાઈ માર્ગનું લોકાર્પણ કરાયું
- byDamanganga Times
- 19 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ શ્રી સત્ય સાઈ બાબાના ૧૦૦મા જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે શ્રી સત્ય સાઈ સેવા સમિતિ - વલસાડ દ્વારા વલસાડના ભાગડાવડા વિસ્તારમાં શ્રી સત્ય સાઈ માર્ગનું ભાગડાવડા ગામના સરપંચના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શ્રી સત્ય સાઈ બાબાના ૧૦૦મા જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે શ્રી સત્ય સાઈ સેવા સમિતિ વલસાડ દ્વારા વલસાડના ભાગડાવડા વિસ્તારમાં શ્રી સત્ય સાઈ માર્ગનું ભવ્ય ઉદ્ઘાટન ભાગડાવડાગામના સરપંચ ધર્મેશભાઈ બાબુભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાગડા વડા બકુલભાઈ પ્રભુલાલ રાજગોર, સભ્ય પિયુષભાઈ કાંતિલાલ પટેલ, આદિવાસી મોરચાના પ્રમુખ વિમલભાઈ રાઠોડની ઉપસ્થિતિઍ કાર્યક્રમને વિશેષ શોભા આપી હતી. જિલ્લા પ્રમુખ વલસાડ, શ્રી સત્ય સાઈ સેવા સંગઠન - ગુજરાત તથા ઉપપ્રમુખ હેમાંશુભાઈ દેસાઈ શ્રી સત્ય સાઈ સેવા ટ્રસ્ટ – વલસાડના અથાગ પ્રયત્નોથી આ કાર્ય સંપન્ન થયું હતું. શ્રી સત્ય સાઈ સેવા સમિતિ વલસાડના સેવાદળ ભાઈઓ દ્વારા ઉનાળાની રાહતરૂપ ઠંડી છાશ વિતરણ સેવા પણ કરવામાં આવી હતી. કુલ ૨૦૫થી વધુ લિટર ઠંડી છાશ તૈયાર કરી ૧૦૮૦થી વધુ લોકોને પીવડાવવામાં આવતા ગરમીમાં રાહત મળી હતી. આ ઐતિહાસિક અવસરની ખુશીમાં નાના બાળકોને જલેબીનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો.
