વલસાડમાં ‘રવિવારી હાટ બજાર’ વાહન ચાલકો અને રાહદારીઓ માટે ‘માથાનો દુઃખાવો’ બન્યું
- byDamanganga Times
- 19 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ વલસાડ શહેરમાં દર રવિવારે ભરાતી ‘રવિવારી હાટ બજાર’ હવે સ્થાનિક રહીશો, રાહદારીઓ અને વાહનચાલકો માટે મોટી આફત સમાન બની ગઈ છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે ખરીદીનું મોટું કેન્દ્ર ગણાતી આ બજાર શહેરના મુખ્ય રસ્તાઓ પર ભરાતી હોવાના કારણે દર રવિવારે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે. રાહદારીઓ પરેશાન થઈ રહ્ના છે.
વલસાડ શહેરમાં દર રવિવારે રવિવારી હાર્ટ બજાર ભરાય છે. આહટ બજાર વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ રામરોટી ચોક આઝાદ ચોક શાકભાજી માર્કેટ, ઍમ.જી.રોડ, ખત્રીવાડ, ભીડભંજન મહાદેવ મંદિર રોડ, ઍસટી ડેપો સામેના મુખ્ય રસ્તા પર વલસાડ, બીલીમોરા, ચીખલી, વાપી, પારડી, સેલવાસ દમણ ઉમરગામ સહિત વલસાડના આજુબાજુના ગામોમાંથી કપડાં બુટ ચપ્પલ કટલરી આઈટમો કે અન્ય ચીજ વસ્તુઓ મોટા પ્રમાણમાં વેચવા માટે બપોરે આવી જતા હોય છે. આ નાના વેપારીઓ શહેરના મુખ્ય માર્ગો પર ખાટલા પોતાના વાહનો પ્લાસ્ટિકના મંડપો બનાવી ધંધો કરે છે.
જોકે આ સ્ટેડિયમ રોડ બંધ રસ્તાને બદલે તરફ રસ્તા પર પોતાનો માલ સામાન ચીજ વસ્તુઓ ગોઠવી દેતા હોય છે. બપોર બાદ સાંજ સુધીમાં ગ્રાહકો અને અવરજવર કરનારાઓની ઍટલી મોટી સંખ્યામાં ભીડ થાય અને જેના કારણે આ મુખ્ય માર્ગો પરથી વાહન ચાલકો કે રાહદારીઓ અવરજવર કરી શકતા નથી. રવિવારી બજારના કારણે મુખ્ય માર્ગો ઍટલા સાંકડા થઈ જાય છે કે વાહનચાલકોને પસાર થવા માટે જગ્યા જ મળતી નથી. ઍટલું જ નહીં, રસ્તા પરના કાયમી દુકાનદારો પણ રવિવારે પોતાની દુકાનની બહાર કપડાં, કટલરી અને અન્ય ચીજવસ્તુઓ ગોઠવી દેતા હોવાથી સમસ્યા વધુ ગંભીર બને છે. રસ્તાની બંને બાજુઍ થતા આ આડેધડ દબાણોને કારણે રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે.
દર રવિવારે વલસાડના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થવું ઍટલે ટ્રાફિક માં ફસાવું પડે છે. આ બજાર ગરીબો માટે ઉપયોગી છે, પણ તેના લીધે આખો શહેરનો ટ્રાફિક બંધક બની જાય તે વ્યાજબી નથી.લાંબા સમયથી ચાલી આવતી આ ટ્રાફિકની સમસ્યાથી કંટાળીને હવે વલસાડના વાહનચાલકો અને રાહદારીઓઍ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. વલસાડ નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ સંયુક્ત રીતે આ મામલે કડક કાર્યવાહી કરે અને રવિવારી હાટ બજારમાં ધંધો કરતા વેપારીઓને રોડથી દૂર કોઈ ચોક્કસ જગ્યાઍ બેસાડવામાં આવે તેમજ મુખ્ય માર્ગોને સંપૂર્ણપણે દબાણમુક્ત કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે જેથી વાહનવ્યવહાર સુવ્યવસ્થિત ચાલી શકે છે. હવે જોવાનું ઍ રહ્નાં કે જનતાની આ હાલાકીને ધ્યાનમાં લઈને વલસાડ નગરપાલિકા અને પોલીસ પ્રશાસન ક્યારે જાગે છે અને આ ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ થઈ રહી છે.
