Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

કપરાડામાં ઍજ્યુકેશન ગ્રુપ આશીર્વાદરૂપ બની રહ્નાં છે!

કપરાડામાં ઍજ્યુકેશન ગ્રુપ આશીર્વાદરૂપ બની રહ્નાં છે!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

કપરાડા, તા. ૧૭ ઃ આજના સ્પર્ધાત્મક યુગમાં દરેક ક્ષેત્રમાં સરકારી નોકરી માટે પરીક્ષા આપવી ફરજિયાત છે. ત્યારે ડીગ્રી સાથે પરીક્ષા પાસ કરવી પડતી હોય છે. ત્યારે આજે ગુજરાત રાજ્યમાં અનેક યુવક-યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના ભાગરૂપે મસમોટી ફી ભરી ક્લાસિસ કરે છે અને સરકારી નોકરીઓ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે. પરંતુ વલસાડ જિલ્લાના અંતરીયાળ અને બહુધા આદિવાસી વસ્તી ધરાવતા કપરાડા તાલુકામાં આજની ૨૧મી સદીમાં શિક્ષણની ભૂખ જાગી છે. અનેક યુવક યુવતીઓ ઉચ્ચ અભ્યાસ કરી ચૂક્યા છે. પરંતુ સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા ફરજિયાત હોવાને લઈ  અને તૈયારી માટે સુવિધાનો અભાવ સાથે આર્થિક રીતે નબળા હોવાને કારણે ક્લાસિસ કરી શકતા નથી. તેવા વિધાર્થીઓ માટે કપરાડા ઍજ્યુકેશન ગ્રુપ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિનામૂલ્યે તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડી રહી છે. સાથે અનુભવી ટ્રેનરો દ્વારા મોક્ટેસ્ટ જેવી પધ્ધતિથી તૈયારી કરાવવામાં આવતી હોય છે. જેમાં શિક્ષકો ની ભરતી, આરોગ્ય માટે ભરતી, પોલીસ વિભાગમાં ભરતી, તલાટી ઉપરાંત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કપરાડા ઍજ્યુકેશન ગ્રુપ વિના મૂલ્યે કાર્ય કરી રહ્નાં છે. જે આ વિસ્તારના આદિવાસી યુવક - યુવતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આશીર્વાદરૂપ ગણાવી શકાય છે. આ ગ્રૂપ દ્વારા આપવા માં આવેલ તાલીમ અને માર્ગદર્શનથી અસંખ્ય યુવક - યુવતીઓ ઍ સરકારી નોકરી મેળવી હોવાનું જાણવા મળે છે. આ ઍકલવ્ય શાળાઓ અને નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા બાળકો માટે પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ ગ્રૂપ ક્લાસ ચલાવી માર્ગદર્શ પૂરું પાડી રહ્નાં છે. તેમાં મહદંશે સફળતા પણ જોવા મળી રહી હોવાનું જાણવા મળે છે. સાથે શિષ્યવૃતિને લગતી પરીક્ષા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડે છે. આમ કપરાડા ઍજ્યુકેશન ગ્રુપ સમયે સમયે આ વિસ્તાર ના આદિવાસી યુવક - યુવતીઓ માટે ખરા અર્થમાં વિનામૂલ્યે સેવાનું કરી કરી રહ્નાં છે. આ ગ્રૂપ ને દરેકે આર્થિક રીતે સહયોગ કરવો જોઈઍ જેથી અનેક પ્રકારની સુવિધાઓ સાથે બાળકો ને માર્ગદેશ પૂરું પાડી શકે. આમ કપરાડા ઍજ્યુકેશન ગ્રુપ ના ઉત્તમ સેવા કાર્યને આ વિસ્તાર ના લોકો બિરદાવી રહ્ના હોવાનું જાણવા મળે છે.