Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ધરમપુરના વૈશાલી આહિર પીઍચડી થયા

ધરમપુરના વૈશાલી આહિર પીઍચડી થયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 ધરમપુર, તા.૧૭ ઃ કાનુરબરડા, ધરમપુર નિવાસી કેતનભાઈ ભાણાભાઈ આહિરના ધર્મ પત્ની વૈશાલીબેન ઠાકોરભાઈ આહિરે, ઍમ.આર.ડી. આર્ટ્સ કૉલેજ, ચીખલીના હિંદી વિષયના અધ્યક્ષ ડૉ. મુકેશભાઈ ડી. પટેલના માર્ગદર્શન હેઠળ હિંદી વિષયમાં તૈયાર કરેલ ‘ઉપન્યાસકાર ભગવાનદાસ મોરવાલઃ ઍક અધૂયન’ શીર્ષક પી-ઍચ.ડી.ના મહા શોધ- પ્રબંધને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતે પી-ઍચ.ડી.ની ઉપાધિ માટે માન્ય રાખી ઍમને ડોક્ટર ઑફ ફિલોસોફી (પી-ઍચ.ડી.)ની ઉપાધિ  પ્રદાન કરી છે. ડૉ.વૈશાલીઍ આ ઉપાધિ પ્રા કરી કરીને સમગ્ર  આહિર સમાજનું ગૌરવ વધાર્યુ છે. ડૉ.વૈશાલી હાલે ઉમરપાડા, જિ.સુરતની ગુલીઉમર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્નાં છે.