દમણગંગા ટાઈમ્સના ધરમપુરના પત્રકાર ભરત પાટીલ તથા નાનાપોઢાના ડો. બાબુ ચૌધરીને ઍવોર્ડસ મળ્યા
- byDamanganga Times
- 18 May, 2026
(દમણગંગા ટાઈમ્સ)
નાનાપોîઢા, તા. ૧૭ ઃ પત્રકાર વેલફેર ઍસોસિયેશન, વલસાડ દ્વારા શાંતિવન રિસોર્ટ ખાતે આયોજિત અને મહાનુભાવો અને વલસાડ, નવસારી, ડાંગ જિલ્લા તથા સંઘપ્રદેશ, દમણ, દાનહના અનેક પત્રકારોની ઉપસ્થિતિમાં યોજાયેલા મીડિયા ઍવોર્ડ સમારંભ ૨૦૨૫-૨૬માં દમણગંગા ટાઈમ્સના ધરમપુરના પત્રકાર ભરતભાઈ પાટીલ તથા નાનાપોîઢાના ડો. બાબુભાઈ ચૌધરીને તેમની ઉત્તમ પત્રકારિતાની કામગીરી બદલ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ધરમપુરના પ્રતિનિધિ ભરતભાઈ પાટીલને ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, નવજીવન ન્યૂઝના ઍડિટર પ્રશાંત દયાળની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લા સાંસદ ધવલભાઇ પટેલના હસ્તે તેમને ‘બેસ્ટ સોફટ સ્ટોરી ઍવોર્ડ’ તથા ‘બેસ્ટ પોઝિટિવ સ્ટોરી ઍવોર્ડ’ ઍનાયત કરવામાં આવ્યા હતાં.
જ્યારે નાનાપોîઢાના દમણગંગા ટાઈમ્સના ડો. બાબુભાઈ ચૌધરીને તેમની અનોખી અને સમાજલક્ષી સ્ટોરી માટે ‘બેસ્ટ યુનિક સ્ટોરી’ ઍવોર્ડ ઍનાયત કરવામાં આવ્યો હતો. તેમના કાર્યને ઉપસ્થિત મહાનુભાવો અને પત્રકાર મિત્રો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું.
ડૉ. બાબુ ચૌધરીઍ પ્રા થયેલા સન્માન બદલ આયોજકો, દમણગંગા ટાઈમ્સ પરિવાર તેમજ વાચકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ઍવોર્ડ તેમને વધુ જવાબદારીપૂર્વક સમાજલક્ષી મુદ્દાઓ પર કાર્ય કરવાની પ્રેરણા આપશે.
દમણગંગા ટાઈમ્સ સાથે વર્ષોથી સંકળાયેલા અને ધરમપુર વિસ્તારનાં પ્રતિનિધિત્વ કરતા ભરતભાઈ પાટીલને આ ડબલ સન્માન માટે અને વર્ષોથી નાનાપોîઢા, કપરાડા વિસ્તારમાં ગ્રામીણ પત્રકાત્વને ધબકતું રાખનાર ડો. બાબુભાઈ ચૌધરીને દમણના ટાઇમ્સના તંત્રી શ્રીમતી મંજુલાબેન ઉકાણી તેમજ નિવાસી તંત્રી વિકાસભાઈ ઉપાધ્યાય અને શીતલબેન ઉપાધ્યાય સહિત દમણગંગા ટાઈમ્સના પરિવાર દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામના સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
