વાપીમાં પીવાના પાણી બાબતે રોજ ૩૦થી વધુ ફરિયાદ
- byDamanganga Times
- 18 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વાપી મનપા બન્યાં બાદ વિવિધ વિભાગોમાં પર્યા સ્ટાફની વર્તાતી ઉણપથી ફરિયાદોનો ઉકેલ લાવવામાં લાંબો સમય નીકળી રહ્ના છે. ખાસ કરીને પીવાના પાણી સબંધિત ફરિયાદો વધી ગઈ છે.
વાપીમાં નગર પાલિકા સમયે વર્ષ ૨૦૫-૬માં ચલા અને ડુંગરા ગામને સમાવી પાલિકાનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જે બાદ વાપી ટાંકી ફળિયામાં ફિલ્ટરેશન પ્લાન્ટ સાથે વિશાળ ઓવર હેડ અને સ્ટોરેજ ટેંક તેમજ નાયક વાડ, ચલા વિસ્તારમાં પણ ઓવર હેડ અને સ્ટોરેજ ટેંક નિર્માણ કરવામાં આવી હતી. જે બાદ વાપી પાલિકા વિસ્તારમાં પીવાના પાણી માટે આવતા મોરચા ભૂતકાળ બની ગયા હતાં જોકે ડુંગરા વિસ્તારમાં સમયાંતરે પાણીની બૂમ ઉઠતી રહી છે પરંતુ ૩૫.૫૦ પ્ન્ઝ઼ ફિલ્ટ્રેશન પ્લાન્ટથીનું કાર્ય અંતિમ તબક્કામાં છે જે પૂર્ણ થતાં આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ થશે.
પરંતુ મૂળ પ્રશ્ન પાણી વિસ્તરણ વ્યવસ્થાનો છે. હાલ જયારે વાપીની આજુબાજુના ૧૧ ગામના સમાવેશ બાદ મનપાનો વિસ્તાર ૭૨.૭૪ સ્ક્વેર કિલોમીટરનો થઈ ગયો છે ત્યારે પીવાના પાણીને લગતી ફરિયાદો નિવારવા પૂરતા ઇજનેરો અને લાઇન મેનોનો અભાવ છે. હાલ મહાનગર પાસે પીવાના પાણીની લાઈન લીકેજ જેવી ફરિયાદો ઉકેલવા ૨ ઍજન્સી રાખેલી છે જેમાં કુલ ૬ ઇજનેર અને ૬ તેમની નીચેના કર્મચારી છે. પરંતુ માર્ચ મહિનાથી પાણીની લાઈન લીકેજ થી લઈ પાણી આવતું ન હોવાનું કે પાણી ઓછાં દબાણથી આવતું હોવાની સરેરાશ રોજ ૩૦થી ૩૪ ફરિયાદી આવી રહી છે. જેની સામે આ ઍજન્સી ઍટલા મોટા કાર્યક્ષેત્રમાં પહોંચી વળવા સક્ષમ નથી તેવું લાગી રહ્નાં છે જેથી મનપા ઍ વધુ ઍક ઇજનેરની ભરતી માટે નિવિદા બહાર પાડી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ પાણી ખાતાના મોટાભાગના ઇજનેર અને કર્મચારી હાલ ડુંગરા વિસ્તારમાં નવી લાઇન નાખવાથી લઈ અહીં પાણીનો પ્રોજેક્ટ સાકર કરવામાં જોતરાયેલ છે. આવા સંજોગોમાં વાપીના અન્ય વિસ્તારોમાંથી આવતી પીવાના પાણીની ફરિયાદો ઉકેલવા મનપા તંત્રઍ ગંભીરતાથી વિચારી ઝડપથી ઉકેલ લાવવા ની જરૂર છે.
