વલોટીમાં શનિ અમાસે ભકતોનું ઘોડાપુર ઉમટયું
- byDamanganga Times
- 18 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૧૭ ઃ શનિ અમાસના પાવન સંયોગે ગણદેવી તાલુકાના વલોટી ગામે આવેલ પ્રાચીન શનિદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. શનૈશ્વરી અમાવસ્યાના વિશેષ યોગને કારણે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા અને પૂજા-અર્ચના સાથે શનિદેવના આશીર્વાદ મેળવી પાપ તથા પીડામાંથી મુક્તિ માટે પ્રાર્થનાઓ કરી હતી.
ગણદેવી તાલુકાનું ઍકમાત્ર પ્રાચીન શનિદેવ મંદિર તરીકે ઓળખાતું વલોટી ગામનું આ મંદિર ભક્તોની અખૂટ આસ્થાનું કેન્દ્ર બની રહ્નાં છે. શનિ અમાસ નિમિત્તે ભક્તોઍ શનિદેવને આંકડાના ફૂલહાર, કાળા અડદ, કાળા તલ તેમજ તેલનો ચઢાવો અર્પણ કર્યો હતો. મંદિર પરિસરમાં દિવસભર ૐ શનૈશ્વરાય નમઃ મંત્રોના જાપ સાથે ભક્તિમય વાતાવરણ છવાયું હતું.
મંદિર પટાંગણમાં વિશેષ યજ્ઞ અને હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ભક્તોઍ યજ્ઞકુંડમાં આહુતિ આપી સુખ-શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. હજારો શ્રદ્ધાળુઓઍ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. આ મંદિરનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પણ વિશેષ માનવામાં આવે છે. મંદિર ખાતે શનિદેવ સાથે શિવ પરિવાર તથા નવગ્રહ દેવતાઓ પણ બિરાજમાન હોવાથી અહીંનું મહાત્મ્ય વધુ વધે છે. લોકવાયકા મુજબ વર્ષો અગાઉ સંત ગાજીનાથ ઉર્ફે વાલકદાસ જગન્નાથ ગોસ્વામી સાધુવેશમાં દેશભરમાં પરિભ્રમણ કરતા હતા. તે દરમિયાન તેઓ તે સમયના જંગલ વિસ્તાર ઍવા વલોટી ગામે રોકાયા હતા, જ્યાં તેમને શનિદેવ પ્રાગટ્યની પ્રેરણા પ્રા થતા તેમણે આ મંદિરની સ્થાપના કરી હતી.ત્યારથી આજદિન સુધી આ મંદિર ભક્તોની અડગ શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક બની રહ્નાં છે. ખાસ કરીને શનિ-મંગળવાર અને અમાવસ્યા જેવા પવિત્ર અવસરે અહીં ભક્તોની ભારે ભીડ ઉમટતી હોય છે.
