Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

બીલીમોરા આઈટીઆઈમાં વિશ્વ ડેન્ગ્યુ દિવસે જાગૃતિ સેમિનાર યોજાયો

બીલીમોરા આઈટીઆઈમાં વિશ્વ ડેન્ગ્યુ દિવસે જાગૃતિ સેમિનાર યોજાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૧૭ ઃ વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિત્તે બીલીમોરા આઈ.ટી.આઈ ખાતે ડેન્ગ્યુ રોગ અંગે જાગૃતિ ફેલાવવા શનિવાર સવારે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ડેન્ગ્યુના લક્ષણો, બચાવના ઉપાયો અને સ્વચ્છતાના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.સેમિનારમાં અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. રાજેન્દ્ર ગઢવી, ડૉ. ભૂમિ, તાલુકા સુપરવાઇઝર ભરતભાઈ, ધનસુખભાઈ, જયેશભાઈ, જીગ્નેશભાઈ, દિલીપભાઈ તેમજ આચાર્ય ઉપસ્થિત રહ્ના હતા. જયેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ રોગ કેવી રીતે ફેલાય છે તથા તેનાથી બચવા માટે શું કાળજી રાખવી તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ડૉ. રાજેન્દ્ર ગઢવીઍ આ વર્ષની થીમ સમુદાયની ભાગીદારી થકી નિયંત્રણ કરીઍ, પાણીના પાત્ર તપાસીઍ, સાફ રાખીઍ અને ઢાંકીને રાખીઍૅ વિશે સમજણ આપી જણાવ્યું હતું કે ડેન્ગ્યુથી બચવા માટે પાણીના પાત્રો,વાસણો અને કુલરો નિયમિત ખાલી રાખવા, પાણીની ટાંકી ઢાંકીને રાખવી તેમજ ઘર અને આસપાસનું પરિસર સ્વચ્છ રાખવું ખૂબ જરૂરી છે.

સાથે સાથે વિદ્યાર્થીઓને ડેન્ગ્યુના મુખ્ય લક્ષણો જેમ કે ઊંચો તાવ, માથાનો દુખાવો, સાંધા અને હાડકાંમાં દુખાવો, ઉબકા-ઉલટી તથા શરીર પર ચાંદા પડવા અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજન સફળ બનાવવા બદલ તાલુકા હેલ્થ સુપરવાઇઝર ભરતભાઈનો ડૉ. રાજેન્દ્ર ગઢવીઍ આભાર વ્યક્ત કર્યો હતો.