Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ગણદેવીમાં જળક્રાંતિ તરફ મોટું પગલું

ગણદેવીમાં જળક્રાંતિ તરફ મોટું પગલું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

ગણદેવી, તા.૧૭ ઃ ગણદેવી તાલુકામાં ભૂગર્ભજળનું સ્તર ઊંચું લાવવા તેમજ જમીનને ખારી બનતા અટકાવવા માટે કેન્દ્રના જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ જળસંચય અને જનભાગીદારી અભિયાન અંતર્ગત વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનને કારણે સમગ્ર વિસ્તારમાં જળક્રાંતિની નવી આશા જાગી છે.

તા. ૨૯ માર્ચ, ૨૦૨૬ના રોજ યોજનાના ફેઝ-૧ અને ફેઝ-૨ હેઠળ કુલ ૧૫૨ બોરવેલ તેમજ ય્ઘ્ઘ્ અને ભ્સ્ઘ્ પાઈપ લાઈનના કુલ ૨૯,૩૯૭.૫૪ મીટર લાંબા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામગીરી દ્વારા વરસાદી પાણીનું સંચય કરી ભૂગર્ભજળ રિચાર્જ કરવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે.

ફેઝ-૧ અંતર્ગત મોહનપુર અને અંચેલી ગામોમાં રિચાર્જ પીટ નં-૩ તથા પરમિઍબલ રિઍક્ટિવ બેરિયર કમ રિચાર્જ પીટ (ભ્ય્ગ્ ણૂ્યૃ ય્ભ્) નં-૪ હેઠળ કુલ ૨૮ બોરવેલની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મોહનપુર ગામમાં ય્ભ્ અને ભ્ય્ગ્ ણૂ્યૃ ય્ભ્ સ્ટ્રક્ચરના ચેમ્બર માટે ખોદકામ બાદ હાલ ભ્.ઘ્.ઘ્.નું કામ પ્રગતિમાં છે, જે તા. ૧૫ મે, ૨૦૨૬ સુધી પૂર્ણ થવાનું આયોજન છે. જ્યારે અંચેલી ગામમાં ચાલી રહેલી કામગીરી તા. ૩૦ મે સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ફેઝ-૨ હેઠળ કોલવા, કછોલી, ગંઘોર, ધમડાછા, સરીફુજરંગ અને વાસણ ગામોમાં કુલ ૧૨૪ બોરવેલની કામગીરી શરૂ કરવામાં આવી છે. સંબંધિત વિભાગ દ્વારા તા. ૧૫ જૂન, ૨૦૨૬ સુધી તમામ બોરવેલના કામો પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

યોજનાની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરવા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ, મહામંત્રી જીગરભાઈ દેસાઈ, માજી તાલુકા પંચાયત પ્રમુખ પ્રશાંત શાહ, જીગર પટેલ, રિંકેશ પટેલ, શાંતિલાલ પટેલ સહિતના આગેવાનોઍ વિસ્તારની મુલાકાત લીધી હતી. આગેવાનો દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કરી કામગીરી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ જળસંચય અભિયાનથી ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણી ઉપલબ્ધ બનશે, ભૂગર્ભજળનું સ્તર સુધરશે તેમજ જમીન ખારી બનવાની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિણામે સમગ્ર ગણદેવી વિસ્તારના કૃષિ વિકાસને નવી દિશા મળશે અને ખેડૂતોને લાંબા ગાળે મોટો લાભ થશે.