ડાંગનાં ઝરીગામમાં ઉનાળની શરુઆતે જ પાણી માટે હાહાકાર
- byDamanganga Times
- 18 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૧૭ ઃ ગુજરાતના ‘ચેરાપુંજી’ તરીકે ઓળખાતા ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની ગંભીર સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.ખાસ કરીને સુબીર તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા ઝરી ગામમાં પીવાના પાણી માટે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. સરકાર દ્વારા ‘નલ સે જલ’ જેવી યોજનાઓના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં ગ્રામજનોને આજે પણ પાણી માટે જંગલ અને નદીના કિનારે ભટકવું પડી રહ્નાં છે. ઝરી ગામમાં નળ દ્વારા પાણી પુરવઠો અનિયમિત અને અપૂરતો હોવાના કારણે ગ્રામજનોને પીવાનું પાણી મેળવવા માટે જંગલ વિસ્તારમાં આવેલી નદીઓ તથા કોતરોમાં ખાડા ખોદવાની ફરજ પડી રહી છે. મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકો માથા પર બેડા લઈ લાંબા અંતર સુધી પાણી માટે જતા નજરે પડી રહ્ના છે, જે તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઊભા કરે છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, નદીના ખાડાઓમાંથી મેળવાતું પાણી ઘણીવાર ગંદુ અને દૂષિત હોય છે. આ પાણીના ઉપયોગથી બાળકો તથા વૃદ્ધોમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ પણ વધી રહી છે. છતાં અન્ય કોઈ વિકલ્પ ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનો ઍ જ પાણીનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. હાલમાં ગામલોકોમાં સરકાર અને સ્થાનિક તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્ના છે.
ગ્રામજનોનું કહેવું છે કે દર વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યા ગંભીર બને છે, છતાં કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક આયોજન હાથ ધરવામાં આવતું નથી. ડાંગ જિલ્લામાં કરોડો રૂપિયાની યોજનાઓના દાવાઓ વચ્ચે આદિવાસી વિસ્તારોના લોકો આજે પણ મૂળભૂત જરૂરિયાત માટે સંઘર્ષ કરી રહ્ના છે. સ્થાનિકોઍ જિલ્લા પ્રશાસન અને પાણી પુરવઠા વિભાગ સમક્ષ ઝરી ગામમાં નિયમિત અને શુદ્ધ પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે, જેથી ગ્રામજનોને પાણી માટે નદી કે કોતરો તરફ ભટકવાની નોબત ન આવે.હવે જોવાનું ઍ રહે છે તંત્ર આ બાબતે કેવા પગલા ભરે છે.
