Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડની વિદ્યામૃત વર્ષિણી પાઠશાળામાં ‘ફન વીથ મેથ્સ’નો વર્કશોપ સંપન્ન

વલસાડની વિદ્યામૃત વર્ષિણી પાઠશાળામાં ‘ફન વીથ મેથ્સ’નો વર્કશોપ સંપન્ન


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૭ ઃ વલસાડની વિદ્યામૃત વાર્ષિણી પાઠશાળા અને ગણિત મિલન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પાઠશાળાના હોલમાં વલસાડની શાળાઓના ધો. ૮ અને ૯ ના વિદ્યાર્થીઓ માટે જ્્યઁ રૂજ્ઞ્દ્દત્ર્ ર્પ્ીદ્દત્ર્સ્ન્ૅ અંતર્ગત ચાર દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પાઠશાળા અને ગણિત મિલન બંને સંસ્થાઓ વિશે ટૂંકમાં માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

પ્રથમ સેશનમાં ગણિત મિલનના ઉપપ્રમુખ અને વલસાડ સાયન્સ કોલેજના નિવૃત પ્રાધ્યાપક ડો. સંજયભાઈઍ વિદ્યાર્થીઓને ગણિતના જાદુના પ્રયોગો બતાવ્યા હતા અને ત્યારબાદ દરેક જાદુ પાછળ ગણિતના કયા સિદ્ધાંતો સમાયેલા છે ઍની સ્પષ્ટ સમજણ આપી હતી. વિદ્યાર્થીઓઍ પણ સક્રિય ભાગ લીધો હતો.

 નિવૃત પ્રધ્યાપક ગૌરાંગભાઈઍ ગુણાકાર કરવાની કેટલીક ટૂંકી રીતો સમજાવી હતી અને વિદ્યાર્થીઓની પ્રશ્નો આપ્યા હતા. નિવૃત્ત શિક્ષક મેઘરાજભાઈ ભટ્ટે વિદ્યાર્થીઓને બ્શ્રક્કૃષ્ટર્જ્ઞ્ીફુના પ્રશ્નો ઉકેલવા માટેની તૈયારી કરાવી હતી, તાર્કિક વિચારશક્તિના વિકાસ માટે આવા પ્રશ્નો ઉકેલવાની રીતો બતાવી હતી. ત્યારબાદ નિવૃત પ્રા. ડો. સોમાભાઈઍ ભ્ફૂશ્રજ્ઞ્ઁફુશ્વૃંજ્ઞ્ણૂ સંસ્થાની માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતાં. 

વિદ્યાર્થીઓને ગણિતનો ડર લાગે છે પણ જો ગણિતના પાયાના ખ્યાલો અને સંકલ્પનાઓ જો સ્પષ્ટ હોય તો ગણિત રસપ્રદ બને છે, ઍ બાબત વિદ્યાર્થીઓને સમજાવવા માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો કરવામાં આવશે. વિદ્યામૃત વાર્ષિણી પાઠશાળાના સેક્રેટરી રસિકભાઈ ભટ્ટ અને કમિટી મેમ્બર નિધિ ભટ્ટે વિદ્યાર્થીઓને આવા માહિતી પૂર્ણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખાસ પ્રોત્સાહન પાડ્યું હતું.