Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ઉમરગામમાં અકરા મારુતિ મંદિરના નવનિર્માણનું શિલાન્યાસ કરાયું

ઉમરગામમાં અકરા મારુતિ મંદિરના નવનિર્માણનું શિલાન્યાસ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૧૭ ઃ ઉમરગામ શહેરના પ્રવેશદ્વાર પર આવેલ પૌરાણિક શ્રી અકરા મારુતિ મંદિર ખાતે આજે ભવ્ય શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સનાતન સંસ્કૃતિનો માહોલ છવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્ના હતાં. કાર્યક્રમમાં કનુભાઈ દેસાઈ, ધવલભાઈ પટેલ, રમણભાઈ પાટકર, કથાકાર પૂજ્ય ભરતભાઈ વ્યાસ, સંતોષભાઈ રવેશીયા, ઈશ્વરભાઈ બારી સહિત સંતો-મહંતો અને આગેવાનોની પાવન ઉપસ્થિતિ જોવા મળી હતી. અંદાજિત રૂપિયા ૯ કરોડના ખર્ચે શ્રી અકરા મારુતિ મંદિરનું ભવ્ય નવનિર્માણ થવા જઈ રહ્નાં છે. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે મંદિરનું વિધિવત શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. શિલાન્યાસ બાદ અકરા મારુતિ ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઈ તન્નાઍ ઉપસ્થિત મહાનુભાવો, દાતાઓ અને ભક્તજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉમરગામના બિલ્ડર મુરલીભાઈ વર્મા તથા રાજેન્દ્રભાઈ વર્મા પણ ઉપસ્થિત રહ્ના હતાં. તેઓ દ્વારા મંદિરના નવનિર્માણ માટે રૂપિયા ૫૧ લાખની માતબર રકમનું દાન આપવામાં આવ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. પાવન પ્રસંગે ઉપસ્થિત રહેલા સાંસદ ધવલભાઇ પટેલે સૌ ભક્તોને શુભકામના પાઠવી હતી અને મંદિરના નિર્માણમાં સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી આપી હતી.સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ઉમરગામ શહેરમાં સનાતન સંસ્કૃતિ પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો.