Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

દમણમાં અોવરસીઝ બંગાળી ઍસો.નો કાર્યક્રમ યોજાયો

દમણમાં અોવરસીઝ બંગાળી ઍસો.નો  કાર્યક્રમ યોજાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૧૭ ઃ પડ્ઢિમ બંગાળમાં ભાજપ સરકારની રચના અને સુવેન્દુ અધિકારીના મુખ્યમંત્રી બનવા પર દમણના પ્રવાસી બંગાળી સમુદાય દ્વારા ઍક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મોતી દમણના રામ સેતુ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રવાસી બંગાળી ઍસોસિઍશનના પ્રમુખ આલોક બાગની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકોઍ ભાગ લીધો હતો. રાજીવ ચક્રવર્તી, અરૂપ સરકાર, જીતેન્દ્ર, ભરત, મલાઈ અને અન્ય ઘણા લોકો ઉજવણી કરવા માટે ભેગા થયા હતાં.

કાર્યક્રમમાં શુભેન્દુ અધિકારીના ફોટા સાથે ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અને ઉપસ્થિત લોકોઍ મીઠાઈ વહેંચીને ઍકબીજાને શુભેચ્છા પાઠવી હતી. પ્રવાસી બંગાળી સમુદાયના સભ્યોઍ જણાવ્યું હતું કે નવી સરકારના નેતૃત્વમાં પિ?મ બંગાળમાં વિકાસ કાર્યોને વેગ મળશે અને દેશના વિકાસમાં બંગાળની ભૂમિકા પણ વધુ મજબૂત બનશે.