વલસાડ જિલ્લા આંગણવાડી કાર્યકર્તાઅોની વિરોધ સાથે કલેકટરને રજુઆત
- byDamanganga Times
- 18 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ વલસાડ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ પ્રમુખ પ્રીતિબેન પ્રતાપગઢવાલા મહામંત્રી દીબેન પટેલની આગેવાની હેઠળ વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આંગણવાડીના કાર્યકર બહેનોને તેમના પર્સનલ અને સર્વિસ મોબાઈલ ફોન પર ટેક્સ્ટ મેસેજ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવી હતી. જે અંગે કાર્યકરો ઍ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે, સરકારના પરિપત્ર મુજબ તેમની મુખ્ય કામગીરી આંગણવાડી સંબંધિત કાર્યકરોઍ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે, સરકારના પરિપત્ર મુજબ તેમની મુખ્ય કામગીરી આંગણવાડી સંબંધિત જ હોય છે. જેમાં બાળકોને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ આપવું, પૂરક પોષક આહાર પૂરો પાડવો, તેમજ સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને કિશોરીઓને ટેક હોમ રાશન (વ્ણ્ય્) વિતરણ કરવાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, દૈનિક ધોરણે ઓનલાઈન પોષણ ટ્રેકર ઍપમાં ડેટા અપડેટ કરવા, રોજની હાજરી, બાળકોના વજન અને ઊંચાઈની ઍન્ટ્રી, ફૂ-ધ્ળ્ઘ્ તેમજ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (પ્પ્ળ્), પોષણ સુધા, સંગમ અને અગમ જેવી અસંખ્ય ઍપ્લિકેશનો પર ઓનલાઈન કામગીરીનો પહેલેથી જ અસહ્ના બોજ છે. આ સ્થિતિમાં વસ્તી ગણતરીની વધારાની કામગીરી કરવી બિલકુલ શક્ય નથી.કાર્યકર બહેનોઍ ચીમકી ઉચ્ચારી છે કે આ વધારાની કામગીરી કોઈ પણ સંજોગોમાં સ્વીકારશે નહીં. અને જો તંત્ર દ્વારા જબરદસ્તી કરવામાં આવશે તો આંગણવાડીના મૂળભૂત કામોમાં કુપોષણ નાબૂદી અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ પર માઠી અસર પડી શકે છે.
