વાપીની કુમારશાળાના મેદાનમાં વીપીઍલ સિઝન-૮નો પ્રારંભ
- byDamanganga Times
- 18 May, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ વાપીના કુમાર શાળા ના મેદાનમાં છેલ્લા આઠ વર્ષથી રમાતી વીપીઍલ સેશન ૮ની શરૂઆત તારીખ ૧૫ ૫ ૨૦૨૬ને શુક્રવારના રોજ વાપી શહેર ભાજપના પ્રમુખ મનીષ દેસાઈ અને વીઆઇઍના પ્રમુખ તેમજ વાપી મહાનગરપાલિકાના સભ્ય સતિષભાઈ પટેલની ઉપસ્થિતિમાં શરૂ થઈ આ ટુર્નામેન્ટમાં વાપીની ૧૦ જેટલી ટીમો ભાગ લઈ રહી છે. યુવા શક્તિ સંઘ દ્વારા વાપીમાં વીપીઍલ સેસન ૮ નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ની શરૂઆત દર વર્ષની જેમ આ વર્ષે પણ શરૂ થઈ છે. જેમાં વાપીની ૧૦ જેટલી ટીમો ભાગ લઈ રહી છે આ બીપીઍલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમની સાથે વીઆઇઍના પ્રમુખ અને વાપી મહાનગરપાલિકાના સભ્ય સતિષભાઈ પટેલ, મિતેશભાઇ દેસાઈ તેમજ ટુર્નામેન્ટનું આયોજન કરનાર દિલીપભાઈ યાદવ, ધર્મેશ પટેલ તેમજ વાપી ક્રિકેટ ક્લબના પ્રમુખ હેમંતભાઈ મનુભાઈ દેસાઈ, અનિલભાઈ દેસાઈ તેમજ વાપીના અગ્રણી નીરવ શાહ, ખલીત ગોદાલ સહિતનાઓ ઉપસ્થિત રહ્ના હતાં. આ ટુર્નામેન્ટ ૨૪મી મે અને રવિવાર સુધી ચાલશે. આ ટુર્નામેન્ટમાં અનેક આકર્ષક ઇનામો પણ જાહેર કરાયા છે.
આ ટુર્નામેન્ટ નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે જેને જોવા માટે વાપી તથા તેની આજુબાજુના વિસ્તારના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી મેચ નિહાળવાનો લાભ લઈ રહ્ના છે.
