Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરના ઢાંકણ તકલાદી?

વાપીમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરના ઢાંકણ તકલાદી?


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૭ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની ચેમ્બરો ઉપર લગાવવામાં  આવેલા ઢાંકણા કેટલાક વિસ્તારમાં હલકી કક્ષાના હોવાની ફરિયાદો ઉઠી છે. વાપી મહાગરપાલિકા વિસ્તારમાં ૧૬૦ કરોડથી વધુના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવવામાં આવી છે.  આ ભૂગર્ભ ગટર ઉપર ઠેર ઠેર ચેમ્બરો બનાવી તેના ઉપર સિમેન્ટના ઢાંકણા બેસાડવામાં આવ્યા છે. જોકે આ ઢાંકણા કેટલાક સ્થળે હલકી કક્ષાના હોવાથી વાહનો પસાર થતા તૂટી રહ્નાની ફરિયાદો સામે આવી રહી છે. 

વાપી મચ્છી માર્કેટથી આસિયાના કોમ્લેક્સ ચોકડી અને સાઈ બાબા મંદિર કચીગામ રોડ ઉપર અનાજ કરિયાણાના અનેક નાના મોટા વેપારીઓ આવેલા હોવાથી આ રોડ ઉપર ૨૫-૩૦ ટનની ટ્રક જેવા ભારે વાહનો પસાર થતા હોય ત્યારે ભૂગર્ભ ગટરની ચેમ્બરો ઉપર લાગેલા ઢાંકણોનો ભુક્કો બોલી રહ્ના છે.  મહાનગર પાલિકા તંત્ર   આવા મુખ્ય માર્ગો ઉપર મજબૂત અને સારી ગુણવત્તાના ઢાંકણ લગાવે તેવી સ્થાનિક વેપારીઓ અને રહીશોની માગ છે.