લવ જેહાદ સામે વાંસદામાં રેલી-આવેદન
- byDamanganga Times
- 16 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા. ૧૫ ઃ વાંસદા તાલુકા હિન્દુ સંગઠન દ્વારા જુના ડેપોથી રેલી યોજી વાંસદા તાલુકા સેવા સદન ખાતે પહોંચી લવ જેહાદના બનાવો સામે કડક તપાસ અને કાર્યવાહી કરવા માટેનું આવેદનપત્ર પાઠવ્યું હતું. વાંસદા તાલુકા હિન્દુ સંગઠન દ્વારા શુક્રવારના રોજ જુના ડેપો થી ઍક વિશાળ રેલી કાઢી વાંસદા તાલુકા સેવા સદન પહોંચ્યા હતા, ત્યાં ઇન્ચાર્જ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ભારતમાં લવ જેહાદ જેવા ગંભીર બનાવોની ચર્ચા વધી રહી છે, જેમાં કેટલાક વિધર્મીઓ દ્વારા હિન્દુ યુવતીઓને ખોટી ઓળખ આપી, ફોસલાવીને અને છેતરપિંડી દ્વારા સંબંધોમાં ફસાવવાના કિસ્સાઓ સામે આવી રહ્ના છે. આ બાબત સમાજ માટે ચિંતાજનક બની રહી છે. જેમાં વાંસદા તાલુકા વિસ્તારમાં તાજેતરમાં આવા પ્રકારના બે કિસ્સાઓ બન્યાની માહિતી સ્થાનિક સ્તરે સામે આવી છે, જેમાં આદિવાસી સમાજની દીકરીને ફોસલાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકારની ઘટનાઓને કારણે સમગ્ર વિસ્તારમાં ભય, અસુરક્ષા અને તણાવનું વાતાવરણ ઉભું થયું છે. આવા બનાવો માત્ર ઍક વ્યક્તિ કે પરિવાર સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સમાજની સુરક્ષા અને સાંસ્કૃતિક સમતોલન માટે ખતરો ઉભો કરે છે. જેને લઇ વાંસદા હિન્દુ સંગઠન દ્વારા ભારે રોષ સાથે આવેદનપત્ર આપવામા આવ્યું હતું. અને હવે જો સમાજની દિકરી પર આવુ ક્રુત્ય કોઇ વિધર્મી દ્રારા કરવામા આવશે તો જલદ અને આક્રમક આંદોલન કરવામાં આવશે. અને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ મુદ્દે જનઆંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
