Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

નવસારીમાં સમર્પણ દિવસે સત્સંગ કાર્યક્રમ યોજાયો

નવસારીમાં સમર્પણ દિવસે સત્સંગ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૫ ઃ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ચેતનાથી પરિપૂર્ણ દિવ્ય વાતાવરણમાં સંત નિરંકારી મિશન દ્વારા યુગદ્રષ્ટા બાબા હરદેવ સિંહ જીની સ્મૃતિમાં સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ સમાલખા ખાતે પરમ શ્રદ્ધેય સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજ તથા નિરંકારી રાજપિતા રમિત જીના સાન્નિધ્યમાં ભાવપૂર્ણ સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં લાખો શ્રદ્ધાળુઓઍ સત્ગુરુનાં પાવન દર્શન અને અમૃતમયી પ્રવચનોને શ્રવણ કરીને આત્મિક શાંતિ, આનંદ અને દિવ્ય પ્રેરણાનો અનુભવ પ્રા કર્યો.

સ્થાનિક સ્તરે દાંતી, ડુંગરી, નવસારી, બીલીમોરા તેમજ સુરત ઝોનની દરેક બ્રાંચોમાં સમર્પણ દિવસના ઉપલક્ષમાં ૧૩ મે ના રોજ વિશેષ સત્સંગ સમારોહોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો શ્રદ્ધાળુઓઍ ભાગ લઈ બાબા હરદેવ સિંહ જી ની દિવ્ય શિક્ષાઓમાંથી પ્રેરણા પ્રા કરી.સત્ગુરુ માતા જીઍ સમજાવ્યું કે બ્રહ્મજ્ઞાન પ્રા થયા પછી જીવન માત્ર વ્યક્તિગત સીમાઓ સુધી સીમિત નથી રહેતું, પરંતુ સમસ્ત માનવતાની સેવા, કલ્યાણ અને ઉત્થાનનું માધ્યમ બની જાય છે. બાબા હરદેવ સિંહ જીની પ્રેરણા આજે પણ શ્રદ્ધાળુઓના હૃદયમાં જીવંત છે. વર્તમાનમાં સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજ તેમના સંદેશોને આગળ વધારતાં સેવા, સમર્પણ અને સદભાવનો પ્રકાશ ફેલાવી રહ્નાં છે. તેમના માર્ગદર્શનથી વિશ્વમાં માનવતા, ઍકતા અને ભાઈચારાનો સંદેશ સતત પ્રસારિત થઈ રહ્ના છે.