Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

પ્રજાના માથે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની ગિફટ પૂર્ણ કરી

પ્રજાના માથે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની ગિફટ પૂર્ણ કરી


ગુજરાતમાં દર વખતે ચૂંટણી પૂરી થાય ઍટલે પ્રજાને ભાવ વધારાની ગિફટ સરકાર દ્વારા આપી દેવાતી હોય છે જેમાં હાલમાં ખાડી દેશોના યુદ્ધની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલેથી ચાલી રહી હતી પરંતુ ચૂંટણી સમયે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો થાય તો તેની સીધી અસર પાર્ટી ઉપર પડી શકે જેને લઇ હવે પેટ્રોલ ડીઝલની બચત કરો જરૂર હોય ત્યાં જ વપરાશ કરો જેવા અનેક ટુચકાઓ સરકાર બહાર પાડી રહી છે ઍમાં ફક્ત મરણ નાના અને મધ્યમ વર્ગના લોકોઍ જ સહન કરવાનું આવતું હોય છે જે વર્ષોથી આમ પ્રજા જોઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ખાડી દેશોના યુદ્ધ ચાલી રહ્નાં છે જેની અસર દરેક દેશો સહન કરી રહ્નાં છે જેમાં સૌથી વધુ ગુજરાતના રહીશોઍ સહન કરવું પડી રહ્નાં છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ઉમેદવારોના મતદારો સાથેના સરઘસ તેમજ  ઘરે ઘરે જઈ ચૂંટણી પ્રચાર મોટા મોટા મંડપો બનાવી જનમેદની ભેગી કરી શક્તિ પ્રદર્શન અને મતદારોમાં ઍક અલગ અંદાજ ઊભો કરવો જેવી અનેક રીતો મતદારોઍ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નજરે જોઈ છે અને ચૂંટણીના પરિણામો પૂર્ણ થયા ઍટલે પ્રજાના માથે મોંઘવારીના નામની પેટ્રોલ ડીઝલની ભાવ વધારાની ગિફટ સરકારે આપી દીધી છે આ તો રોજિંદા વપરાશ માટે લોકો ઉપયોગ કરે ઍટલે ભાવ વધારો જોઈ શકાય છે પરંતુ આવી અનેક ચીજ વસ્તુઓ છે જેના ઉપર સરકારે આકરો ભાવ વધારો ઝીકી દીધો છે અને ખાડી દેશોના યુદ્ધને કારણે હવે પ્રજાઍ સરકારને સાથ આપવાની જરૂર છે ઍમ જણાવી રહી છે જોકે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને રોજિંદુ જીવન જીવવા માટેના પણ ફાફા પડી રહ્ના છે અને રોજનું લાવીને રોજ ખાઈને જીવન પસાર કરી રહ્ના છે ત્યારે હાલમાં સરકારના અનેક કામો પણ બંધ પડી ગયા છે અને બીજા દેશો ઉપર આધાર રાખવા પડતી ચીજ વસ્તુઓ ન મળતા કામો અટકી પડ્યા છે સરકારના રસ્તાના કામો હાલમાં ડામર ન હોવાના કારણે બંધ થઈ ગયા છે તો બીજી બાજુ કોન્ટ્રાક્ટરોના પૈસા પણ અટકી ગયા છે કામ પૂર્ણ ન થતા સરકાર પૈસા પણ છુટા કરતી નથી જેના કારણે મજૂરો પણ બેકાર પડી ગયા છે તો બીજી બાજુ વરસાદની સિઝન પણ આડે આવીને ઊભી છે ત્યારે આવી અનેક સમસ્યાઓ સાથે ગામડાનો માનવી પોતાનું રોજિંદુ જીવન ગુજારી રહ્ના છે ત્યારે આવનારા દિવસોમાં હજુ પ્રજાના માથે કેવો ભાર સહન કરવો પડે તે માટે પ્રજાઍ તૈયારી પણ રાખવી પડશે