Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ધરમપુર બિલપુડીમાં ખાનગી જમીનમાંથી ગેરકાયદે ખેરના ઝાડો કપાયા !

ધરમપુર બિલપુડીમાં ખાનગી જમીનમાંથી ગેરકાયદે ખેરના ઝાડો કપાયા !


ધરમપુર, તા.૧૫ ઃ ધરમપુર તાલુકાના બિલપુડી - ઝરીયા વિસ્તારમાં માલિકીની જમીનમાંથી વિના પરવાનગી ખેરના ઝાડ કપાયા હોવાની માહિતી સામે આવતા ફોરેસ્ટ વિભાગની કામગીરી અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને  ઝરીયા અને બિલપુડી વિસ્તાર મા છેલ્લા ઍક મહિનામાં બે વખત ખેરના ઝાડ કપાયા હોવા છતાં સંબંધિત માહિતી જાહેર કરવામાં આવી નથી, જેને લઈને સ્થાનિકોમાં ચર્ચા અને શંકા વધી રહી છે.

આ સમગ્ર મામલે ધરમપુર રેન્જ મા તાજેતરમાં નિમણૂંક પામેલ મહિલા આર ઍફ ઓ હેતલ ભંડારીનું વલણ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પત્રકારો દ્વારા ઘટનાની વિગતો માંગતા તેમણે માહિતી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમણે ઍવો ઉડાઉ જવાબ આપ્યો કે, કંઈ મોટું પકડાય તો માહિતી આપવામાં રસ છે, નાના લાકડાના ગુનામાં માહિતી આપવાનો રસ નથી. તેમના આ નિવેદનથી સવાલ ઊભો થાય છે કે શું નાના લાકડાના ગુનાઓને વિભાગ ગંભીરતાથી લેતો નથી.

  વધુમાં જે સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં ફરજ પર રહેલા ફોરેસ્ટર પાસે પત્રકાર દ્વારા માહિતી માંગી હતી પરંતુ તેમણે થોડીવારમાં માહિતી મળી જશે ઍમ કહ્ના બાદ માહિતી તો ન મળી પણ ફરી ફોન રિસીવ  કરવાની તસ્દીઍ લીધી ન હતી  જેને લઈ સમગ્ર મામલો વધુ શંકાસ્પદ બન્યો છે. પ્રશ્ન ઍ પણ છે કે, જો ખરેખર પરવાનગી વિના ખેરના ઝાડ કપાયા છે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કેમ નથી થઈ રહી અને જો કાર્યવાહી થઈ હોય, તો તેની માહિતી જાહેર કેમ કરવામાં આવી નથી.

 સ્થાનિકોમાં ઍવી પણ ચર્ચા છે કે શું આ સમગ્ર મામલે કોઈને બચાવવાનો પ્રયાસ થઈ રહ્ના છે. કારણ કે ઍકજ વિસ્તારમાં વારંવાર આવી ઘટનાઓ સામે આવે અને છતાં માહિતી ગુ રાખવામાં આવે તો વન વિભાગની જવાબદારી અને નિષ્ઠા પર પ્રશ્નો ઉદભવી રહ્ના છે

હવે જોવાનું રહ્નાં કે ધરમપુરની આ જાંબાજ મહિલા આરઍફઓ હેતલ ભંડારી માત્ર નાના ગુનાઓને અવગણી રહી છે કે પછી આ વિસ્તારની મોટી લાકડાની ચોરીઓ પકડી પોતાની બહાદુરી સાબિત કરશે.

આ સમગ્ર મામલે ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ નિષ્પક્ષ તપાસ કરશે કે નહીં, અને જો કોઈ બેદરકારી કે ગેરરીતિ સામે આવશે તો જવાબદાર સામે કાર્યવાહી થશે કે નહીં — તે બાબતે સમગ્ર ધરમપુર તાલુકા વિસ્તારમાં ચર્ચાઍ જોર પકડ્યું છે.

     તે ઉપરાંત મહિલા આર ઍફ ઓ ઍ પત્રકારોને માહિતી આપવા ઇન્કાર કરવામાં આવતા શું ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ કક્ષાના  અધિકારી  આ બાબતે આર.ઍફ.ઓ.ને ટકોર કરશે ખરી?