Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

આજે ભાગડાવડાની ‘શ્રદ્ધા’ બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર મામલે સ્થળ તપાસ હાથ ધરાશે

આજે ભાગડાવડાની ‘શ્રદ્ધા’ બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર મામલે સ્થળ તપાસ હાથ ધરાશે


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૫ ઃ વલસાડના ભાગડાવડા ગ્રામ પંચાયતની હદમાં આવેલી શ્રદ્ધા બિલ્ડિંગના રહીશો સાથે થયેલી છેતરપિંડી અને કથિત ભ્રષ્ટાચારનો મામલો હવે ગરમાયો છે. આ મામલે કલેક્ટર કચેરીના આદેશ બાદ વહીવટી તંત્ર દ્વારા આગામી શનિવારે સ્થળ પર જઈ તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વલસાડ નજીકના ભાગડાવડા ગામે  આવેલી શ્રદ્ધા બિલ્ડિંગના રહીશો સાથે ભ્રષ્ટાચાર કરી, તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉઠી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે અકીબ મકબુલ મલિક રહે. કાપડિયા ચાલ, બેચ રોડ, વલસાડ  દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

આ ગંભીર ફરિયાદને પગલે વલસાડ કલેક્ટર કચેરી દ્વારા અગાઉ પત્ર વ્યવહાર કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેને ધ્યાને રાખીને હવે સંબંધિત વિભાગની ટીમ હરકતમાં આવી છે. તંત્ર દ્વારા જાહેર કરાયેલી નોટિસ તપાસની તારીખૅં ૧૬/૦૫/૨૦૨૬, શનિવાર બપોરે ૧૨ઃ૦૦ કલાકે શ્રદ્ધા બિલ્ડિંગ, ભાગડાવડામાં આ તપાસ દરમિયાન કચેરીની ટીમ સ્થળ પર જઈને પુરાવાઓની ચકાસણી કરશે. આ  તપાસ સમયે ફરિયાદી તેમજ સામાવાળા (આરોપી પક્ષ) બંનેને રૂબરૂ હાજર રહેવા માટે કડક સૂચના આપવામાં આવી છે.