Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડમાં ભારતના વીર યોદ્વા અને ગુર્જર્ર સમ્રાટની જયંતિ ઉજવાઈ

વલસાડમાં ભારતના વીર યોદ્વા અને ગુર્જર્ર સમ્રાટની જયંતિ ઉજવાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૫ ઃ અખિલ ભારતીય વીર ગુર્જર મહાસભા ગુજરાત પ્રદેશ દ્વારા વલસાડ જિલ્લામાં ભારતના વીર યોદ્ધા અને ગુર્જર સમ્રાટ જીની જયંતિ ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ગુર્જર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણજીના અદમ્ય સાહસ, રાષ્ટ્રપ્રેમ, ધર્મરક્ષા અને શૌર્યગાથાને યાદ કરી તેમના ચરિત્રને વંદન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સમાજના આગેવાનો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્ના હતા. ગુર્જર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના શૌર્ય અને પરાક્રમને નમન કરવામાં આવ્યું હતું. સાથે જ સમાજમાં ઍકતા, શિક્ષણ, સંગઠન અને યુવા શક્તિને મજબૂત બનાવવાના સંદેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોઍ જણાવ્યું હતું કે ગુર્જર સમાજનો ઇતિહાસ ગૌરવ, શૌર્ય અને બલિદાનથી ભરેલો રહ્ના છે. આજના યુગમાં સમાજના દરેક યુવાને શિક્ષણ અને સંગઠનના માર્ગે આગળ વધીને સમાજ અને રાષ્ટ્રના હિતમાં કાર્ય કરવું જોઈઍ. સમાજની ઍકતા અને ભાઈચારો જ સમાજની સૌથી મોટી શક્તિ છે.

કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી વસંત મહાજનજી, વિનોદ મહાજન, વર્ષા મહાજન, ગૌરવ પાટીલ, સુભાષ પાટીલ તેમજ પવન પાટીલ સહિત સમાજના આગેવાનો અને કાર્યકરો વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમ અંતે સમાજની ઍકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌઍ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.