વલસાડ પાલિકાની ‘ઍક દિવસીય’ દબાણ હટાવો ઝુંબેશ બાદ ફરી લારી-ગલ્લાના જમાવડા
- byDamanganga Times
- 16 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ વલસાડ શહેરમાં દિન-પ્રતિદિન વકરતી જતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવામાં નગરપાલિકાનું તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્નાં હોય તેમ લાગી રહ્નાં છે. તાજેતરમાં પાલિકાના ઍન્ક્રોચમેન્ટ વિભાગ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી માત્ર ‘દેખાડા’ પૂરતી સીમિત રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. નગરપાલિકાની ટીમ દ્વારા આઝાદ ચોક, ભીડભંજન મહાદેવ મંદિર રોડ, બેચર રોડ, ઍસટી ડેપો બાજુમાં, સ્ટેશન રોડ, ઍમજી રોડ , ખત્રીવાડ સહિતના વિસ્તારોમાં રોડની બાજુમાં ખડકાયેલા લારી-ગલ્લા અને કેબિનો દૂર કરવામાં આવ્યા હતા. દુકાનદારો અને શો-રૂમ માલિકોનો પણ રસ્તા પર કબ્જો માત્ર લારી-ગલ્લાવાળા જ નહીં, પરંતુ શહેરના -તિષ્ઠિત રેડીમેડ સ્ટોર અને શો-રૂમના સંચાલકો પણ ટ્રાફિક સમસ્યામાં તેટલા જ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. અનેક દુકાનદારો પોતાની દુકાનની બહાર ૧૦-૧૦ ફૂટ સુધી સ્ટેચ્યુ અને સામાન મૂકીને જાહેર રસ્તો રોકે છે. આ બાબતે પાલિકા દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં ન આવતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
શહેરના જાગૃત નાગરિકોના મતે, જો ખરેખર ટ્રાફિક સમસ્યા હલ કરવી હોય તો નીચે મુજબના પગલાં લેવા અનિવાર્ય છે.
લારી-ગલ્લા ધારકોને કોઈ ખુલ્લી અને ઓછી અવરજવર વાળી જગ્યાઍ કાયમી ધોરણે સ્થળાંતરિત કરવામાં આવે, રોડ પર સામાન મૂકનાર શો-રૂમ માલિકો સામે માત્ર સામાન જ ન કરતા ભારે દંડ ફટકારવામાં આવે, માત્ર ઍક દિવસ દબાણ હટાવી સંતોષ માનવાને બદલે પાલિકાની ટીમ દરરોજ પેટ્રોલિંગ કરે. નગરપાલિકા માત્ર કાગળ પર જ કામગીરી કરે છે. ખાણી-પીણીની લારીઓ રસ્તા વચ્ચે હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્નાં છે. જો કાયમી ધોરણે દબાણો દૂર નહીં થાય તો વલસાડના રસ્તાઓ પર ચાલવું પણ મુશ્કેલ બની જશે.
હવે જોવાનું ઍ રહેશે કે પાલિકા તંત્ર વલસાડની જનતાને આ ટ્રાફિકના નરકમાંથી મુક્તિ અપાવે છે કે પછી દબાણકર્તાઓની સામે ઘૂંટણીયે પડી રહે છે.
