વાપીમાં પેટ્રોલની અછતથી અોનલાઈન ફૂડ ડિલિવરી સેવા ઠપ્પ
- byDamanganga Times
- 16 May, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ વાપી પંથકમાં ઝમેટો સહિતની ઓનલાઈન ફૂડ ડિલિવરી સેવા આપતી કંપનીઓ સાથે જોડાયેલા ડિલિવરી બોય અને કુરિયર કર્મચારીઓ વાપીમાં પેટ્રોલની અછતને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા બે દિવસોથી પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો અને મર્યાદિત ઈંધણ વિતરણને કારણે હોટલ-રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકો સુધી ખાવાનું પહોંચાડવાની સેવા પ્રભાવિત થઈ રહી છે.
જેમાં ખાસ કરીને ફૂડ, ફ્રૂટ અને શાકભાજીની હોમ ડિલિવરી કરતા યુવાનોને કલાકો સુધી પેટ્રોલ નહીં મળતા અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્નાં છે. વાપી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં હોટલ અને રેસ્ટોરન્ટ માંથી જરૂરી સામાન લઈને ડિલિવરી સેવાઓ આપતી જામેટો, સ્વીગી, સેન્ડ મી તેમજ અન્ય કંપનીના ડીલેવરી બોયને છેલ્લા બે દિવસથી પેટ્રોલ જરૂરી પેટ્રોલ પંપ ઉપરથી નહીં મળતા તેઓ શહેરમાં ઉપરોક્ત સેવા આપી શકતા નથી જેને લઇ લગભગ ૮૦ „ થી વધુ ઓર્ડર હોટલ અને રેસ્ટોરન્ટ તેમજ શાકભાજીની ડીલેવરી આપતા વેપારીઓના કેન્સલ થઈ રહ્ના છે. ખાસ કરીને બપોર અને રાત્રિના વ્યસ્ત સમયમાં ડિલિવરી બોય પાસે પૂરતું ઈંધણ ન હોવાને કારણે અનેક ઓર્ડર સ્વીકારવામાં પણ મુશ્કેલી પડી રહી છે. મોલ તેમજ શાકભાજી માર્કેટમાંથી ફ્રૂટ અને શાકભાજીની ડોર-ટુ-ડોર સેવા આપતા નાના વેપારીઓઍ પણ જણાવ્યું હતું કે પેટ્રોલની અછતને કારણે રોજિંદી સપ્લાય વાપીમાં તેમજ સમગ્ર વલસાડ જિલ્લા અને ગુજરાતમાં ખોરવાઈ રહી છે.
