ધરમપુરના ધી લેડી વિલ્સન મ્યુઝિયમમાં સમર કેમ્પનો પ્રારંભ
- byDamanganga Times
- 15 May, 2026
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર હેઠળના નિયામક, સંગ્રહાલયની કચેરી દ્વારા સંચાલિત ધરમપુર સ્થિત ધી લેડી વિલ્સન મ્યુઝિયમ ખાતે તા.૦૭ મે, ૨૦૨૬ થી સમર કેમ્પ - ઍમ્યુઝમેન્ટ ઇન અ મ્યુઝિયમનો પ્રારંભ થયો છે. જે તા.૩૧ મે ૨૦૨૬ સુધી ચાલશે.
આ સમર કેમ્પમાં વારલી ચિત્રકળા, લીંપણ આર્ટ, તંજોર ચિત્રકળા અને પેપર ક્રાફટ શીખવવામાં આવી રહ્ના છે, ધો. ૫ થી ધો. ૧૨ ના વિદ્યાર્થીઓ નિંશુલ્ક ભાગ લઈ રહ્ના છે.
પ્રથમ બેચ તા. ૦૭ મે ૨૦૨૬ થી શરૂ થઈ ચુક્યો છે. બીજા, ત્રીજા અને અંતિમ(ચોથા) બેચના રજીસ્ટ્રેશન ચાલુ છે.
વધુ માહિતી માટે કચેરી સમય દરમિયાન સવારે ૧૧ઃ૦૦ વાગ્યાથી સાંજે ૦૫ઃ૦૦ વાગ્યા સુધી ફોન- ૦૨૬૩૩- ૨૪૨૦૫૫ અથવા મો. ૮૨૩૮૮૦૦૬૯૩ પર સંપર્ક કરી શકો છો.
