Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીમાં આજથી વીપીઍલ સીઝન-૮ ક્રિકેટ ટુર્ના.નો પ્રારંભ થશે

વાપીમાં આજથી વીપીઍલ સીઝન-૮ ક્રિકેટ ટુર્ના.નો પ્રારંભ થશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા  ૧૪ ઃ  શહેરમાં ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે.વાપી પ્રીમિયર લીગ (સ્ભ્ન્-૮) ૨૦૨૬ નું  આયોજ વાપી ક્રિકેટ ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ૧૦ ટીમ ભાગ લેશે.

વાપી ટાઉન કુમારશાળા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૧૫ મે થી શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ તાલુકા તેમજ શહેરના  યંગ ટેલેન્ટને પ્લેટફોર્મ આપવું છે.

ટુર્નામેન્ટના  મુખ્ય આયોજક વાપી ક્રિકેટ ક્લબના પ્રમુખ હેમંત ભાઈ દેસાઈ તેમજ દિલિપ યાદવ અને સંચાલક ટીમ દ્વારા પ્રમુખ ગ્રુપના સહકારથી કરવામાં આવ્યું છે, જેમણે કહ્નાં છે કે આ વર્ષનું સ્ભ્ન્ વધુ મહત્ત્વનું અને સ્પર્ધાત્મક બનશે.

વાપીના કુમાર શાળા ગુજરાતી સ્કૂલ ખાતે પ્રમુખ સ્ભ્ન્ સીઝન-૮ અંતર્ગત શુક્રવાર, ૧૫ મેના રોજ લીગ મેચો શરૂ થશે. તમામ મેચો ૬ ઓવરની હશે અને સાંજથી રાત્રિ સુધી ક્રિકેટ રસિકોને રોમાંચક મુકાબલા જોવા મળશે.

પ્રથમ મેચ સાંજે ૬ વાગે કિંગ્સ હ્ન્ પલાશ અને આકષા રોયલ વચ્ચે રમાશે. ત્યારબાદ ૭ વાગે ચિર્રી સુપર જાયન્ટ્સ સામે થ્રી સ્ટાર કેપિટલ્સ ટક્કર લેશે. 

૮ વાગે દાવત ચેલેન્જર્સ અને કિંગ્સ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. ૯ વાગે યશ નાઈટ રાઈડર્સ અને ઝ઼જ્ ટાઇટન્સ આમને-સામને આવશે. દિવસની અંતિમ મેચ રાત્રે ૧૦ વાગે ધ્ત્ખ્ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ જય ઠાકર વચ્ચે રમાશે.

કુમાર શાળા ગુજરાતી સ્કૂલ, વાપી ખાતે યોજાનારી આ શ્રેણીની તમામ મેચો સ્થાનિક ક્રિકેટપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.