વાપીમાં ગરમીમાં રાહદારીઓ માટે છાસ સેવા શરૂ કરાઈ
- byDamanganga Times
- 15 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ મહેશ્વરી સેવા સમિતિ તથા માહેશ્વરી મહિલા મંડળ દ્વારા વાપીના ચલા વિસ્તારમાં આવેલ માહેશ્વરી ભવન આગળ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ અને સ્થાનિક લોકો માટે નિઃશુલ્ક છાસ વિતરણ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા ૪ મે થી શરૂ થઈ છે અને દરરોજ સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી ચાલુ રહે છે. સેવા કાર્ય ૩૧ મે સુધી સતત ઍક મહિના સુધી ચાલનાર હોવાનું આયોજકોઍ જણાવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દરરોજ અંદાજે ૧૦૧ લીટર છાસનું વિતરણ કરવામાં આવી રહ્નાં છે. ગરમીમાં લોકોને રાહત મળે અને માનવ સેવા સાથે સમાજમાં પરોપકારની ભાવના મજબૂત બને તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકો દ્વારા પણ આ સેવા કાર્યને સરાહના મળી રહી છે.
માહેશ્વરી સેવા સમિતિના હોદ્દેદારોઍ સમાજના તમામ સભ્યોને આ સેવા કાર્યમાં જોડાવા અનુરોધ કર્યો છે. સમય અને સુવિધા મુજબ સભ્યો સેવા કાર્યમાં આવી પોતાની ભાગીદારી નોંધાવે તો વધુ ઉત્સાહ મળશે, તેમ સમિતિઍ જણાવ્યું હતું. સમિતિ તથા મહિલા મંડળના સભ્યો રોજિંદી કામગીરીમાં સક્રિય રીતે જોડાઈ સેવા આપી રહ્ના છે. ઉનાળામાં તરસ્યા લોકોને ઠંડુ છાસ પીવડાવવાની આ પહેલ સમાજમાં સેવાભાવ અને ઍકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.
