નારગોલના શરુવનની જાળવણી માટે યોગ્ય પગલાં લેવાની જરુર
- byDamanganga Times
- 15 May, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૪ ઃ ઉમરગામ તાલુકાનું નારગોલ ગામ તેના સુંદર દરિયા કિનારા માટે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. દરિયા કિનારે આવેલ રિઝર્વ ફોરેસ્ટ વિભાગ હસ્તકની ૭૯ હેક્ટર જમીન ઉપર લાખોની સંખ્યામાં શરૂના વૃક્ષોનું ગાઢ જંગલ આવેલું છે, જે નારગોલ ગામની શોભા અને -વાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે લાખોની સંખ્યામાં -વાસીઓ આ શરૂવનની મુલાકાતે આવે છે. પરંતુ ખેદ સાથે જણાવવાનું કે, હાલ આ શરૂવનની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છેં દરિયાઈ ધોવાણૅં દરિયા કિનારાનું સતત ધોવાણ થવાથી સેંકડો શરૂના વૃક્ષો જમીનદોસ્ત થઈ રહ્ના છે. વૃક્ષોની ચોરી ૅં વન વિભાગની નિષ્કાળજીના કારણે શરૂના વૃક્ષોની સતત ચોરી થઈ રહી છે. યોગ્ય દેખરેખના અભાવે રોજબરોજ વનને નુકશાન પહોંચી રહ્નાં છે. કુદરતી નુકશાન ૅં ચોમાસાની ઋતુમાં ભારે પવનના કારણે મોટી સંખ્યામાં શરૂના વૃક્ષો તૂટી પડે છે. ખાલી પડેલી જગ્યા ૅં ઉપરોક્ત કારણોસર જંગલમાં અનેક જગ્યાઍ વૃક્ષો નષ્ટ થવાથી મોટી જગ્યા ખાલી પડી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, નારગોલ ગ્રામ પંચાયત વતી નીચે મુજબની કાર્યવાહી કરવા આપશ્રીને નમ્ર વિનંતી છેં
નવુ વાવેતર ૅં ખાલી પડેલી જગ્યાઍ તાત્કાલિક ધોરણે નવા શરૂના છોડનું વાવેતર કરવામાં આવે. આ સાથે દરિયા કિનારાની જમીનને અનુકૂળ અન્ય વૃક્ષો જેવા કે પીલુ, ખીજડો, કાજુ વગેરેનું પણ વાવેતર કરવામાં આવે જેથી જૈવ-વિવિધતા જળવાય અને જંગલ વધુ ઘટાદાર બને.
સુરક્ષા વ્યવસ્થા ૅં જંગલની જમીન ઉપર થતા બેફામ અતિક્રમણો તથા વૃક્ષોની ચોરી અટકાવવા સમગ્ર ૭૯ હેક્ટર વિસ્તારની ફરતે મજબૂત ફેન્સિંગ કરવામાં આવે. તેમજ ૨૪ કલાક નિયમિત વોચમેન અને ફોરેસ્ટ ગાર્ડની નિમણૂક કરવામાં આવે.
કાયદાકીય કાર્યવાહીં જંગલને નુકશાન કરનારા તત્વો સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવે.
દરિયાઈ સુરક્ષા દીવાલૅં શરૂવનને દરિયાઈ ધોવાણથી બચાવવા માટે દરિયા કિનારે સુરક્ષા દીવાલનું નિર્માણ કરવા તાત્કાલિક દરખાસ્ત મંજૂર કરવામાં આવે. પાણીની વ્યવસ્થા ૅં જંગલમાં નવા વાવેલા છોડના ઉછેર માટે તથા વન્ય જીવો માટે પાણીની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
ઇકો-ટુરિઝમ વિકાસ ૅં હાલના ઇકો-ટુરિઝમ સેન્ટર ખાતે -વાસીઓ માટે શૌચાલય, પીવાના પાણી, બેઠક વ્યવસ્થા જેવી વધુ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેનું મરામત અને નિભાવણી યોગ્ય રીતે કરવામાં આવે. આ ઉપરાંત જંગલના અન્ય યોગ્ય પોઇન્ટ ઉપર નવા ઇકો-પાર્ક નિર્માણ કરવા આયોજન કરવામાં આવે, જેથી સ્થાનિક રોજગારીને પણ વેગ મળે.
ફોરેસ્ટ ગાર્ડ ક્વાટર રૂમ જર્જરિત સ્થિતિમાં છે જેની જગ્યાઍ નવા આધુનિક સગવડ વાળા સ્ટાફ ક્વાર્ટર નિર્માણ કરવામાં આવે. સ્થાનિક વન મંડળીને સક્રિય કરી વન સંબંધિત કાર્યોમાં સહભાગી બનાવવી.
નારગોલનું આ શરૂવન ઍ માત્ર વૃક્ષોનો સમૂહ નથી, પરંતુ ગામની ઓળખ, પર્યાવરણની સમતુલા અને હજારો લોકોની આજીવિકા સાથે જોડાયેલ છે. જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી વર્ષોમાં આ કુદરતી સંપદા નષ્ટ થવાનો ભય છે. આથી, ઉપરોક્ત બાબતોને અગ્રતા આપી તાત્કાલિક ધોરણે સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.
