દહેરીમાં વીજ ધાંધિયાથી જનતા પરેશાન
- byDamanganga Times
- 15 May, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૪ ઃ ઉમરગામ તાલુકાના દેહરી ગામમાં છેલ્લા ઘણા દિવસોથી વીજ પુરવઠો છાશવારે ખોરવાઈ જતો હોય લોકો ભારે પરેશાન હોય પંચાયતની ટીમ સાથે ડીજીવીસીઍલ કચેરીઍ પહોંચી આવેદનપત્ર આપી તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો.
દેહરી ગ્રામ પંચાયતના સરપંચ ધનેશભાઈ, ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના સભ્ય વંદનાબેન માહયાવંશી, પંચાયતના સભ્ય નીતિનભાઈ કામળી, તાલુકા પંચાયતના માજી સભ્ય દિનેશભાઈ માહયાવંશી, આગેવાન બાબુભાઈ માહ્નાવંશી તથા ગ્રામજનો મંગળવારે સોળસુંબા ડીજીવીસીઍલ કચેરી ખાતે પહોંચી કાર્યપાલક ઇજનેર ઇન્ડસ્ટ્રીયલ ડિવિઝન બલીઠા વાપીના અધિકારી તથા સોળસુંબા ડીજીવીસીઍલ કચેરીના અધિકારીને રૂબરૂ મળીને ઍક આવેદનપત્ર સુ-ત કરી જણાવ્યું હતું કે છેલ્લા ઍકાદ મહિનાથી દહેરી ગામમાં વીજળીના ખૂબ ધાંધિયા જોવા મળી રહ્ના છે રોજે રોજ છાસવારે વીજ પુરવઠો ખોરવાય છે દેહરી જવાહરવાડીમાં વારંવાર વીજ પુરવઠો બંધ થવાની સાથે રાત્રે લો વોલ્ટેજની સમસ્યાથી લોકોઍ ભારે પરેશાની વેઠવી પડી રહી છે વધુમાં સુરત ખાતેનો ડીજીવીસીઍલનો કમ્પ્લેન નંબર હંમેશા બીઝી આવે છે સ્થાનિક કક્ષાઍ કોઈપણ અધિકારી રાત્રે ફોન ઉપાડતા નથી.સર્વિસ વાયરો ખૂબ નીચે આવી ગયા છે અકસ્માત થવાની સંભાવના સતાવી રહી છે. ઉપરોક્ત બાબતે તાત્કાલિક કામગીરી કરવા અમારી માંગણી છે વધુમાં કમ્પ્લેન નંબર સોળસુબા કચેરી ખાતે શરૂ કરવાની પણ માંગણી કરી હતી.ગ્રામજનો અને પંચાયતની રજૂઆત બાદ ગણતરીના કલાકોમાં ડીજીવીસીઍલ કચેરીના અધિકારી તથા કર્મચારીની ટીમ તાત્કાલિક દેહરી દોડી આવી હતી.
ઉમરગામ તાલુકાના દેહરી ગામમાં છેલ્લા કેટલાક સમયથી સર્જાતી વીજ સમસ્યાઓને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. દેહરી ગ્રામ પંચાયતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ઝ઼ઞ્સ્ઘ્ન્)ના સોળસુંબા ડિવિઝનના ડેપ્યુટી ઍન્જિનિયર આર.આર. રંજનને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે છેલ્લા ઍક મહિનાથી દેહરી ગામ અને જવાહરવાડી વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્ના છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. ખાસ કરીને જવાહરવાડી વિસ્તારમાં સતત લો વોલ્ટેજની સમસ્યા રહેતા ઘરેલુ ઉપકરણો તેમજ કૃષિ ઉપયોગના સાધનોને નુકસાન થવાનો ભય ઉભો થયો છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગ્રામ પંચાયતે સોળસુંબા પેટા વિભાગીય કચેરી સમક્ષ વિસ્તારમાં ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારવાની માંગ કરી છે, જેથી વીજ પુરવઠો સુચારૂ અને સ્થિર બની શકે.
ઉપરાંત ગામના અનેક વિસ્તારોમાં વીજ સર્વિસ વાયરો ખૂબ જ નીચે લટકતા હોવાના કારણે અકસ્માતની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામ પંચાયતે જણાવ્યું છે કે જો તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે.
આ રજૂઆતની નકલ ઇન્ડસ્ટ્રીયલ ડિવિઝન બલીઠા, વાપીના કાર્યપાલક ઇજનેર તેમજ ધારાસભ્ય રમણભાઈ પાટકરને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
