Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ જિલ્લામાં ખોટી રીતે ફી વસૂલનાર શાળા સંચાલકો સામે કર્યવાહી થશે

વલસાડ જિલ્લામાં ખોટી રીતે ફી વસૂલનાર શાળા સંચાલકો સામે કર્યવાહી થશે


વાપી તા. ૧૪ ઃ વલસાડ જિલ્લામાં આવેલી ખાનગી શાળાઓમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ પાસેથી ઍક્ટિવિટી તેમજ અન્ય ફી વસુલતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાની ફુફૂં દ્વારા જાહેરાત કરાઈ છે જેને લઇ શાળા સંચાલકોમાં પણ ભારે દોડધામ મચી છે સાથે વાલીઓને જો હેરાનગીથી શાળા સંચાલકો કરે તો તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું છે આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્ય સરકારના ૨૦૦૯ ના કાયદા હેઠળ આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ ને હાલમાં વલસાડ જિલ્લાની તેમજ વાપી પંથકની કેટલીક શાળાઓ ના સંચાલક દ્વારા ઓનલાઇન પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓને કોઈક બહાના બતાવી પ્રવેશ ન આપવા કે તેઓની પાસેથી ઍક્ટિવિટી, લાયબેરી ફી સ્પોર્ટ ફી ડિજિટલ ક્લાસ ફી ટ્રાન્સપોર્ટ ખર્ચ તેમજ પ્રવાસ અને કેટલીક અન્ય ફીસ વસૂલવા દબાણ પણ કરી રહ્ના છે. જેને લઇ વલસાડ જિલ્લાના ડી.ઈ.ઓ દ્વારા જાહેર કરાયું છે કે ઓનલાઇન આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓને જો કોઈ મુશ્કેલી હોય કે શાળા સંચાલક દ્વારા કોઈ દબાણ કે હેરાન કરતા હોય તો તાત્કાલિક શિક્ષણ વિભાગનો સંપર્ક કરવો જેને લઇ તેઓ આવી દબાણ કરનાર કે ફી વસૂલી કરનાર સામે નિયમભંગ કરનાર શાળાની માન્યતા રદ કરવામાં આવશે તેમજ કડક કાર્યવાહી પણ કરાશે જે અંગે વાલી તરફથી શિક્ષણ વિભાગને ફરિયાદ કરવી જરૂરી છે તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે જેને લઇ ખાનગી શાળા સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્ના છે જોકે આરટીઇ હેઠળનો પ્રથમ રાઉન્ડ અગાઉ બાર મે ના રોજ સુધી થતો પરંતુ શૈક્ષણિક વિભાગ દ્વારા તેને ત્રણ દિવસ લંબાવીને ૧૫ મી મે સુધી કરાયો છે જેને લઇ આગામી દિવસોમાં પ્રવેશ મેળવવા માટે રહી ગયેલા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવી શકશે.