વલસાડ કેરીના વેપારીઓ ટ્રાન્સપોર્ટેશન અને ભાવના તફાવતથી પરેશાન
- byDamanganga Times
- 15 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ કેરીના ગઢ ગણાતા વલસાડમાં અત્યારે અજીબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. સિઝન તેના મધ્યાહને છે છતાં બજારમાં કેરીના ખરીદદારોની ભારે અછત વર્તાઈ રહી છે. ઍક તરફ મહારાષ્ટ્રની બજારોમાં કેરીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્ના છે, તો બીજી તરફ વલસાડના સ્થાનિક વેપારીઓ અને ખરીદદારો વચ્ચે ભાવતાલ જામી રહ્ના નથી, જેને કારણે સોદા અટકી પડ્યા છે. મહારાષ્ટ્રમાં કેરીના ભાવ નીચા હોવાને કારણે મોટા ખરીદદારો ત્યાં વળી રહ્ના છે. જ્યારે વલસાડમાં સ્થાનિક સ્તરે કેરીના ભાવ ઊંચા હોવાથી અને સામે ખરીદદારો નીચો ભાવ માંગતા હોવાથી મડાગાંઠ સર્જાઈ છે.ડીઝલ અને પેટ્રોલના ભાવમાં થયેલી વધઘટને કારણે વાહન ભાડામાં તોતિંગ વધારો થયો છે. લોકલ વેપારીઓનું કહેવું છે કે, જેટલી કેરીની કિંમત નથી તેનાથી વધુ તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ થઈ રહ્ના છે. વાહન ચાલકોઍ પોતાના ભાડા વધારી દીધા છે, જે નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓને બિલકુલ પોષાતા નથી. પરિણામે, માલ ઍક જગ્યાઍથી બીજી જગ્યાઍ લઈ જવો આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ રહ્ના છે. બજારમાં આફૂસ, કેસર, રાજાપુરી અને દશેરી જેવી મુખ્ય જાતોના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્ના છે. ચોક્કસ ભાવ નક્કી ન હોવાને કારણે વેપારીઓ માલનો સંગ્રહ કરતા કે મોટું જોખમ લેતા ડરી રહ્ના છે.
સ્થાનિક વેપારીઓની હાલત કફોડી, બજારના જાણકારો મુજબ, જો ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં રાહત નહીં મળે અથવા ભાવમાં સ્થિરતા નહીં આવે, તો વલસાડના આંબાવાડીના માલિકો અને સ્થાનિક વેપારીઓને આ વર્ષે મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.
