Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીમાં ૧૪ ડેરી અને દુકાનોમાંથી લીધેલા દૂધ - પનીરના સેમ્પલો ફેઈલ

વાપીમાં ૧૪ ડેરી અને દુકાનોમાંથી લીધેલા દૂધ - પનીરના સેમ્પલો ફેઈલ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૪ ઃ  વાપી અને આસપાસના વિસ્તારમાં નકલી દૂધ અને પનીર વેચવામાં આવતું હોવાની ફરિયાદોને પગલે થોડાં દિવસો પહેલાં  કેટલીક ડેરી અને દુકાનોમાંથી ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાઓની ચકાસણી બાદ ૧૪ જેટલી ડેરી-દુકાનોના નમૂના તપાસ દરમિયાન ફેઈલ થતા ગ્રાહકોમાં ચિંતા ફેલાઈ છે.  ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગની તપાસ દરમિયાન  વાપીમાં જે દુકાનો માંથી લીધેલ સેમ્પલ ફેલ થયા છે તેમાં ભોગેશ પ્રભુલાલ ચૌધરી, મહાદેવ ડેરી, આશા હાઇટ્સ ડુંગરા, જગેશ જગદીશચંદ્ર ભટ્ટ - હરિયા પાર્ક પાસે, ડુંગરી ફળીયા, ડુંગરા, દેવીલાલ બાબુરામ ડાંગી - મેટ શિવ ભારતી ડેરી, છલવેસ કોલોની, ડુંગરા, દંગેશ નરબદા સાવલી - ગોકુલ ડેરી, ડુંગરા કોલોની, ડુંગરા, પ્રેમેચંદ્ર મંગીલાલ ડાંગી - સાંધી હાઇટસ, ડુંંગરા , નંદકિશોર ધનેશ્વર વ્યાસ - સાંધી હાઇટ્સ, હરિયા પાર્ક, ડુંગરા,  મોહનલાલ ડાંગી - સાંધી બિલ્ડિંગ, ડુંગરા ડુંગરિ ફળીયા,  ભરત પટેલ - શ્રી સાંવરિયા ડેરી, હરિયા પાર્ક સામે, ડુંગરા. અર્જુન ધમેશ પાઠક - સુગર ઍન્ડ સ્પાઈસ રેસ્ટોરન્ટ, વાપી, પ્રફુલ પપ્પુલાલ ડાંગી - શિવ આારતી ડેરી, ગુંજન પાસે વાપી, રણસિંગ મોહનસિંગ - મા ગાયત્રી ડેરી, તપોવન-૩, દેશાઈવાડ, વાપી, ખુશાલ અજય યાદવ - ન્યૂ માતેશ્વરી ડેરી, વાપી, શિવકુમાર વિશ્વકર્મા - શ્રી શિવ ડેરી, ગીતાનગર, વાપી પ્રફુલલાલ સુમનલાલ ડાંગી - ગોકુલ ડેરી, તુલસી ધામ, વાપી નો સમાવેશ થાય છ. વાપીમાં જેહર જનતાના આરોગ્ય સાથે ચેડા કરનારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની લાગણી પ્રબળ બની છે.આ માટે હવે વાપી મહાનગર પાલકિ અત્સિવમાં આવી ગયું છે ત્યારે અહીં ફૂડ ઇન્સેપક્ટ સાથે ઍક ખાસ ટીમ નિમવાની જરૂર છે જે સમયાંતરે દુકાનો અને ડેરીઅોમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી કરતા રહે.ે