Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

આજથી વલસાડમાં દિવસમાં ઍક જ વાર પાણી મળશે

આજથી વલસાડમાં દિવસમાં ઍક જ વાર પાણી મળશે


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૪ ઃ  આજથી વલસાડ નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠો દિવસમાં ઍક જ  વાર મળશે ડેમમાં પાણીના ઘટતા સ્તરને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા પાણી કાપનો નિર્ણય લેવામાં આવ્યો છે. વલસાડ નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો માટે પાણીના પુરવઠાને લઈને ઍક મહત્વના સમાચાર સામે આવ્યા છે. વધતી જતી ગરમી અને ડેમમાં પાણીના ઘટતા સ્તરને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા પાણી કાપનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૧૫ મે ૨૦૨૬ થી શહેરમાં દિવસમાં બે વારના બદલે માત્ર ઍક જ વાર પાણી આપવામાં આવશે.નવસારીના અંબિકા ડિવિઝનના કાર્યપાલક ઈજનેર દ્વારા મળેલી સૂચના મુજબ, નહેર વિભાગ દ્વારા આગામી રોટેશન ૨૩-૦૫-૨૦૨૬ થી શરૂ થવાનું છે. હાલમાં ડેમમાં પાણીનું લેવલ ઓછું હોવાથી પાણીની કટોકટી ન સર્જાય તે હેતુથી પાલિકાઍ અત્યારથી જ સાવચેતીના પગલાં ભરવાનું શરૂ કર્યું છે. નગરપાલિકા દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે  શહેરીજનો પાણીનો બગાડ અટકાવે અને કરકસરપૂર્વક ઉપયોગ કરે.

જ્યારે પાણીનો પુરવઠો આપવામાં આવે ત્યારે જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરી લેવો. નહેર વિભાગ દ્વારા જ્યારે પાણીનો પુરવઠો છોડવામાં આવશે અને નગરપાલિકાના ડેમ તેની ક્ષમતા મુજબ ભરાઈ જશે, ત્યારબાદ ફરીથી રાબેતા મુજબ દિવસમાં બે વાર પાણીનો સપ્લાય શરૂ કરી દેવામાં આવશે. ત્યાં સુધી નાગરિકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.