ડાંગમાં ‘ડ્રોપઆઉટ’ ને શોધવા પાંચ ટીમો કામે લગાડાઈ
- byDamanganga Times
- 15 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
આહવા, તા. ૧૪ ઃ ભારત સરકાર, શિક્ષણ વિભાગ દ્વારા, નેટ ઍનરોલમેન્ટ રેસીયો (ફચ્ય્) અને ગ્રોથ ઍનરોલમેન્ટ રેસીયો (ઞ્ચ્ય્) વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ટકા કરવાના સંકલ્પ અને ધ્યેય અંતર્ગત વર્ષ ૨૦૨૪– ૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન ધોરણ ૧ થી ૧૨ સુધી ડ્રોપ આઉટ થયેલ બાળકોના પોસ્ટ સર્વેની કરવાની કામગીરી હાલ રાજ્યભરમાં ચાલી રહેલ છે.
આ કામગીરીના ભાગરૂપે ડાંગ જિલ્લાના કુલ ૩૫૨૨ બાળકો પૈકી અત્યાર સુધીમાં ૩૩૮૭ બાળકોના સર્વેની કામગીરી હાલમાં પુર્ણ કરવામાં આવેલ છે. જેમાંથી ૮૩૭ બાળકોના વાલી તથા બાળકોને પુનઃ પ્રવેશ માટે સમજાવેલ છે. આ બાળકોને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ દરમિયાન પુનઃ પ્રવેશ કરાવી મુખ્ય ધારામાં લાવવામાં આવશે. સાથે જ આ તમામ બાળકો જે તે વર્ગ, જે તે શાળામાંથી અધવચ્ચેથી શાળા છોડી ગયા હોય તેઓના વાલીઓનો ફરીથી સંપર્ક કરી સમજાવી બાળકોને શાળામાં પાછા લાવીઍ (ર્ણુણૂત્ત્ દ્દં સ્ન્ણૂત્ર્ંંશ્ર) અભિયાન અંતર્ગત હાલ પોર્ટલ બેઝ વાલીનો સંપર્ક કરી પુનઃ પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.ગત તારીખ ૧૨/૦૫/૨૬ ના રોજ ડાંગ જિલ્લા કલેક્ટર શાલિની દુહાન અને જિલ્લા વિકાસ અધિકારી કે.ઍસ. વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં ચર્ચા તેમજ માર્ગદર્શન અને સૂચના મુજબ ઙ્કર્ણુણૂત્ત્ દ્દં સ્ન્ણૂત્ર્ંંશ્ર ઙ્ક અભિયાનના ભાગરૂપે ડાંગ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ કચેરીની સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત, ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઇ દેશમુખના માર્ગદર્શન હેઠળ ગત તારીખ ૧૨, ૧૩, અને ૧૪ દરમિયાન કુલ પાંચ ટીમો બનાવી ડાંગના અંતરિયાળ ગામોમાં વાલી અને વિદ્યાર્થીઓની ઘર ઘર મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાતમાં અધ્ધવચેથી શાળા છોડેલ બાળકોના વાલીઓને સમજાવી, તેમના બાળકોને પુનઃ પ્રવેશ લેવા માટે સમજાવી બાળકોની ખરેખરી સ્થિતિ જાણી, સાથે બાળકોને કયા પ્રકારના સપોર્ટ ની જરૂર છે, તે જાણીને ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ દ્વારા અમલીકૃત, ટ્રાન્સપોર્ટેશન, સીઝનલ હોસ્ટેલ, સ્પેશ્યલ ટ્રેનિંગ પ્રોગ્રામ,નમો લક્ષ્મી, નમો સરસ્વતી. જેથી મહત્વપૂર્ણ યોજનાની સમજ આપવામાં આવી હતી. તેમજ શાળા છોડી ગયેલ બાળકોને પુનઃ પ્રવેશ લેવા માટે સમજાવવામાં આવ્યા હતાં.
આ કામગીરી સમય મર્યાદામાં ૧૦૦ ટકા પુર્ણ થાય તે માટે સમગ્ર જિલ્લામાં શિક્ષકો, મુખ્ય શિક્ષક સહિત આહવા,વઘઇ અને સુબીરના ત્રણેય તાલુકાઓ માંથી સી.આર.સી, બી.આર.સી, કેળવણી નિરિક્ષણક, તાલુકા પ્રાથમિક શિક્ષણઅધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની ટીમ કામ કરી રહી છે.
બાળકોને શાળામાં પાછા લાવીઍ અભિયાનમાં ખાસ લોક પ્રતિનિધિઓ, ઍસ ઍમ.સી. સભ્યોનો પણ સાથ સહકાર મળી રહે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.
