Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ખેરગામ વિસ્તારમાં પણ પેટ્રોલ માટે તપસ્યાની નોબત

ખેરગામ વિસ્તારમાં પણ પેટ્રોલ માટે તપસ્યાની નોબત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ખેરગામ, તા. ૧૪ ઃ ખેરગામમાં પણ પેટ્રોલપંપો પર પેટ્રોલ-ડીઝલ માટે બે દિવસથી લાંબી લાઈનો જાવા મળી રહી છે. ખેરગામ દશેરા ટેકરી ખાતે બુધવારે બપોર બાદથી સતત ઘસારો રહ્ના હતો. જેમાં ૮૦૦૦ લિટર પેટ્રોલ આવ્યું તે પણ મધરાત સુધીમાં ખલાસ થઈ જતા ગુરુવારે આખો દિવસ પેટ્રોલ પંપ બંધ રહ્ના છે.  ખેરગામના સાયોના પાસે, બંધાડ ફળિયાના સૌથી જૂના પેટ્રોલ પંપ સેવક  કે રૂઝવણીનો પંપ પણ પેટ્રોલ વિના બે દિવસથી બંધ છે જેના લીધે દશેરા ટેકરી સુધી કે  સબ માર્કેટ યાર્ડ વિસ્તારમાં આખો દિવસ ટ્રાફિક્જામ ની સમસ્યા પણ સર્જાઇ છે. માર્કેટયાર્ડના પેટ્રોલ પંપ પર સવારથી સૂર્યાસ્ત સુધી લોકોઍ તડકામાં શેકાઈને પેટ્રોલ ભરાવવા ભારે કસરત કરી  પરસેવે રેબઝેબ થવું પડ્યું હતું, કેમકે ચારમા આ ઍકમાત્ર પેટ્રોલ પંપ ચાલુ હોય  પેટ્રોલ લેવા તપસ્યા કરવી પડી હતી. 

ખેરગામથી ધરમપુર જતા ૧૮૧ માર્ગેનાં નાધઇ વિ. ત્રણ પંપ બંધ હતા ઍક માત્ર બામટીનો પંપ  ચાલુ હતો જયાં ઘરાકી ભીડ હતી. જે માત્ર બાઈકમાં ૨૦૦ અને કારમાં ૫૦૦ નું પેટ્રોલ આપતા હતા.